રાજકોટ - અમદાવાદ સીક્સલેન હાઇ-વેનું કામ ચાલી રહ્યું છે.જેથી બાવળામાં હાઇ-વે ઉપર આવેલી આદરોડા ચોકડીથી વૈશાલી સોસાયટી સુધી હાઇ-વે ની બંને સાઇડ ઉપરનાં દબાણો અને હાઇ-વે ઓથોરીટીએ કરેલી જમીન સંપાદન ઉપરનાં દબાણો દૂર કરવા માટે તંત્ર દ્વારા મેગા ડિમોલેશન શરૂ કરવામાં આવ્યું છે.જેમાં પાકી દુકાનો, દિવાલો, વૃક્ષો વગેરે જીસીબીથી તોડી પાડવામાં આવી રહ્યા છે.
રાજકોટ - અમદાવાદ હાઈ-વે ને સીક્સલેન બનાવવા માટેનું કામ ધીમી ગતિએ ચાલી રહ્યું છે. હાઈ-વે ઓથોરીટીએ બાવળામાં આવેલા હાઈ-વે ઉપરની જમીન માલીકો પાસેથી ચુકવણું કરીને જમીન સંપાદન કરી લીધી છે.આ જમીન સંપાદન કરેલી જગ્યામાં આવેલા કાચા-પાકા બાંધકામ હટાવવા માટે તંત્ર દ્વારા મંગળવારથી હાઇ-વે ઓથોરીટી, ધોળકા પ્રાંત: અધિકારી ઓફીસ સ્ટાફ, બાવળા મામલતદાર ઓફીસ સ્ટાફ, આરોગ્યનો સ્ટાફ, પોલીસ સ્ટાફ સાથે જીસીબી અને હીટાચી મશીનો લઇને આદરોડા ચોકડીથી લઈને વૈશાલી સોસાયટી સુધીનાં દબાણો હટાવવાની કામગીરી શરૂ કરી દીધી છે.
આદરોડા ચોકડીથી દબાણો દૂર કરવાનું શરૂ કર્યું હતું.અને કાચી-પાકી દૂકાનો, દિવાલો તોડી પાડયા હતાં.અને ઢેઢાળ ચોકડી પરની એપીએમસીની દુકાનો તોડવાની શરૂ કરતાં વેપારીઓએ વિરોધ કરીને હાઇકોર્ટમાં ગયા હતાં.જેથી હાઇકોર્ટે પહેલા 24 કલાકનો સ્ટે આપતાં તે દુકાનોનું દબાણ હટાવવાનું બંધ કરીને બાકીનાં બધી કાચી-પાકી દુકાનો, દિવાલો, ઝાડ, નાની-નાની માતાજીની ડેરીઓ જીસીબીથી તોડી પાડી હતી.
તેમજ હાઈ-વે ઉપર ઝુંપડા બનાવીને મજુરો રહેતાં હતાં તે હટાવ્યા હતાં.બીજા દિવસે પણ એપીએમસીની દુકાનો નહીં તોડવા હાઇકોર્ટ એક દિવસનો સમય આપ્યો હતો.જેથી ગુરૂવારે સવારથી તંત્ર એપીએમસીની દુકાનો તોડવા પહોંચી ગયું હતું.જેથી વેપારીઓએ કહ્યું હતું કે અમને અમારી રીતે દબાણ દૂર કરવા દો. તમે જીસીબીથી ના તોડશો.
તંત્રએ કહ્યું કે તમને પુરતો સમય આપ્યો હતો. તમે દબાણ હટાવ્યું નથી જેથી તોડવું પડશે.જેથી વેપારી એસોસીએશનનાં પ્રમુખની દુકાનો તોડવા જતાં તેમણે વેપારીઓને બોલાવીને કામગીરીમાં રૂકાવટ ઉભી કરી રહ્યા હતાં.જેથી પોલીસે દરમ્યાનગીરી કરવી પડી હતી. અને ચુસ્ત બંદોબસ્ત સાથે તે દુકાનો તોડી પાડી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.