એલસીબી પી.આઇ. એચ.બી.ગોહિલે તેમની ટીમને નાસતાં- ફરતાં આરોપીઓ પકડવા માટે ખાસ સૂચના કરી હતી. જેથી તેમની આરોપીઓને ઝડપી લેવા કામે લાગી ગઈ હતી. એલસીબીના કોન્સ્ટેબલ રઘુવીરસિંહ અને વિશાલકુમારને બાતમી મળી હતી કે કોઠ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનાં ગુનામાં છેલ્લા સાત મહિનાથી નાસતો ફરતો આરોપી જયેશ ઉર્ફે પીન્ટુ ચતુરભાઇ જતાપરા (કોળી પટેલ), રહેવાસી, મોટા ટીંબલા, તા.લીંબડી, જિ.સુરેન્દ્રનગર બાવળાની સાણંદ ચોકડી ઉપર આવવાનો છે.
જે બાતમીનાં આધારે એલ.સી.બી. પી.આઇ. એચ.બી.ગોહિલ, પી.એસ.આઈ. જી.એમ.પાવરા , જે.યુ કલોત્રા , એસ.એસ નાયર , એ.એસ.આઇ. વિજયસિંહ મસાણી , દિલીપસિંહ પરમાર, કોન્સ્ટેબલ હરદિપસિંહ વાળા, મહેન્દ્રસિંહ સોલંકી, રઘુવિરસિંહ ગોહીલ ,ખુમાનસિંહ સોલંકી, વિશાલકુમાર સોલંકી, જયદીપસિંહ પઢિયાર વગેરે બાતમી મુજબની જગ્યાએ વોચમાં ગોઠવાઈ ગયા હતાં. આરોપી બાતમીવાળી જગ્યાએ આવતા પોલીસે તેને ભારે જહેમતથી ઝડપી પાડીને બાવળા પોલીસને સોંપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.