તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:બાવળના ઢેઢાળમાં બ્લોકનું કામ પુરું નહીં કરતાં પાણી ભરાયા

બાવળા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોન્ટ્રાક્ટરે બ્લોકનું કામ અઘૂરંુ છોડી દેતાં ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા, માંખી-મચ્છરના ઉપદ્રવથી લોકોમાં રોષ

બાવળા તાલુકાનાં ઢેઢાળ ગામમાં આવેલી ચામુંડા સોસાયટીમાં પંચાયત દ્વારા રસ્તા ઉપર બ્લોક નાંખવાનું કામ ચાલું કરવામાં આવ્યું હતું. કોન્ટ્રાક્ટર દ્વારા બ્લોકનું કામ કોઈ કારણસર અધુરં છોડી દેવામાં આવ્યું છે.કામ અધુરૂં મુકતાં બાકીના રસ્તા ઉપર પાણી ભરાઇ રહે છે.દોઢ વર્ષથી બ્લોક નાંખવાનું કામ બાકી છે.બીજું ચોમાસુ આવ્યું છંતા બ્લૉક નાંખવાનું કામ ચાલુ કરવામાં આવ્યું નથી.આ વિસ્તારનાં રહીશોએ અનેક વખત પંચાયત અને તાલુકા પંચાયતમાં, સ્વાગત ઓનલાઇન કાર્યક્રમમાં પણ રજૂઆતો કરી છે. અને અધિકારીઓ ગ્રાંન્ટના બહાના બનાવીને કામ ટલ્લે ચડાવ્યું છે.જેથી બીજુ ચોમાસું આવતાં પાણી ભરાવાનું ચાલું થઇ ગયું છે.

જેના કારણે માંખી - મચ્છરોનો ઉપદ્રવ વધી જવા પામ્યો છે.અને રોગચાળો ફેલાવાની દહેશત રહેલી છે. અને સોસાયટીનાં રહીશોને અવર-જવરમાં ભારે મુશ્કેલી પડી રહી છે.રહીશો ઈચ્છી રહ્યા છે કે તાત્કાલીક અધુરા બ્લોક નાંખવાનું કામ પુરું કરવામાં આવે. જેથી પાણી ભરાઇ નહીં અને રોગચાળો ફેલાઈ નહીં.

અન્ય સમાચારો પણ છે...