દુર્ઘટના:બગોદરા પાસેનાં રોહિકા પાટિયા પાસે કાર નાળામાં ખાબકતાં શિક્ષિકાનું મોત

બાવળા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પરિવાર સાળંગપુર દર્શન કરીને પરત ફરી રહ્યો હતો ત્યારે બનેલો બનાવ

બાવળા તાલુકાનાં બગોદરા પાસે આવેલા રાહીકા પાસે રાત્રે અલ્ટો કારનાં ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી આગળ જતી કારનાં ચાલકે બ્રેક મારતાં અલ્ટો કારને બ્રેક નહી લાગતાં કાર જમણી બાજુ લેતાં નાળામાં પલટી ખાઇ જતાં મહીલાને ગંભીર ઇજા થતાં તેમનું મોત થવા પામ્યું હતું.જયારે બે વ્યકિતને ઇજા થવા પામી હતી, બગોદરા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી લાશનું પી.એમ. કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ધોળકાનાં કલીકુંડમાં આવેલી વૃંદાવન સોસાયટીમાં રહેતાં નરોતમભાઇ પુંજાભાઇ પરમાર ( મુળ રહેવાસી, ગાગરેટ તા.વીસનગર જી.મહેસાણા) એ બગોદરા પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે હાલ તે નીવૃત જીવન ગુજારે છે. મારા સાઢું દિકરી જિજ્ઞાસાબેન પાટણ હાઈસ્કુલમાં શિક્ષિકા તરીકે નોકરી કરે છે.હાલ સ્કુલમાં વેકેશન હોવાથી જિજ્ઞાસાબેન તેમના પતિ રાહુલકુમાર ખેંગારભાઇ રાઠોડ અને દિકરી ( રહેવાસી,મુળ ગાંગડ,તા.બાવળા, હાલ ૨હેવાસી, વાસણા, અમદાવાદ) ત્રણેય મારા સાઢુંનાં ઘરે રહેવા આવ્યા હતાં.

5 તારીખે હું મારી પત્ની પુષ્પાબેન, રાહુલકુમાર તેમના પત્ની જિજ્ઞાસાબેન ચારેય જણાં રાહુલકુમારની અલ્ટો કાર લઇ ધોળકાથી સાંજનાં પાંચ વાગ્યે ધોળકાથી સાળંગપુર હનુમાનજીનાં દર્શન કરવા નીકળ્યા હતાં. સાળંગપુર દર્શન કરી સાડા આઠ વાગ્યે ધોળકા પરત આવવા નીકળ્યા હતાં.રાત્રે પોણા બાર વાગ્યાની આસપાસ બગોદરા પાસે આવેલા રોહિકા પાટીયા નજીક પહોંચેલા અમારી ગાડી આગળ બીજી એક ફોરવ્હીલ ગાડી જતી હતી અને અમારી ગાડી સ્પીડમાં હોવાથી આગળ જતી ફોરવ્હીલ ગાડીનાં ડ્રાઇવરે અચાનક બ્રેક મારતાં અમારી ગાડીનાં ડ્રાઇવરે પણ બ્રેક મારતાં ગાડીની બ્રેક નહી લાગતાં રાહુલકુમારે ગાડી જમણી બાજુ લેતાં રોડની જમણી બાજુમાં નાળાનું કામ ચાલુ હોય ગાડી નાળામાં પલટી ખાઇ ગઇ હતી.

અકસ્માત થતાં આજુબાજુથી તથા આવતાં જતાં વાહનોવાળાએ અમને બહાર કાઢયા હતાં. જેમાં મને મારી પત્ની અને જિજ્ઞાસાબેનને માથામાં અને શરીરે નાની-મોટી ઇજાઓ થવા પામી હતી. રાહુલકુમારને કોઇ ઇજા થઇ નહોતી. કોઇએ 108 ની ઈમરજન્સી સેવાને ફોન કરતાં તરત જ 108 આવી ગઈ હતી અને જિજ્ઞાસાબેનને સારવાર મળે તે પહેલા જ તેમનું મોત થવા પામ્યું હતું.

અને બંને ઇજાગ્રસ્તને 108 માં બગોદરા સામુહીક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ ગયા હતાં.બગોદરા સામુહીક આરોગ્ય કેન્દ્ર ખાતે કોઈ ડોક્ટર હાજર નહોતાં.પરંતું સ્ટાફે સારવાર કરી હતી, અકસ્માતની ફરીયાદ બગોદરા પોલીસમાં નોંધાવતાં પોલીસે લાશનું પી.એમ.કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...