તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુખદ:બાવળા નજીક ટેન્કર-બાઇક વચ્ચે અકસ્માત, મહિલાનું મોત, મહિલા બહેનની સગાઇ પતાવી પરત ઘરે આવતા હતા

બાવળા9 મહિનો પહેલા
  • કૉપી લિંક

બાવળા તાલુકાનાં શીયાળ ગામમાં રહેતા વિજયભાઇ બળોલીયા (કોળી પટેલ) તેમની પત્ની શિલ્પાબેન બાઇક લઇને શિલ્પાબેનની બહેનની સગાઇમાં અમદાવાદ ગયા હતાં. સગાઇ પતાવીને ઘરે પરત આવી રહ્યા હતાં. ત્યારે બાવળા તાલુકા કેરાળા ગામ પાસે આવેલી સહયોગ હોટેલ આગળથી પસાર થઈ રહ્યા હતાં ત્યારે ટેન્કર ચાલકે બાઇકને ટક્કર મારતાં બંને રોડ ઉપર પડી ગયા હતા. અને ગંભીર ઇજાઓ થવા પામી હતી.જેથી કોઈએ 108 ને ફોન કરતાં બાવળાની 108 ઇ.એમ.ટી. વરુણ આહીર અને પાયલોટ જયરાજસિહ તરત જ ઘટના સ્થળ ઉપર પહોંચી જઈને પ્રાથમિક સારવાર આપે તે પહેલા શિલ્પાબેનનું ઘટના સ્થળે જ મૃત્યુ થવા પામ્યું હતું. તેમના પરિવારમાં સાત વર્ષનો દીકરો અને અઢી વર્ષની દીકરી છે. અકસ્માતની જાણ બાવળા પોલીસને થતાં બાવળા પોલીસે ટેન્કર ચાલક વિરૂધ્ય અકસ્માતનો ગુનો નોંધીને લાશનું પી.એમ.કરાવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...