માંગણી:જિલ્લામાં વધારે વરસાદના કારણે ખેતીમાં થયેલા નુકસાનનો સરવે કરી વળતર ચુકવવા રજૂઆત

બાવળા/સાણંદ/ વિરમગામ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
મુખ્યમંત્રીની રૂબરૂ મુલાકાત લઇ રજૂઆત કરાઇ હતી. - Divya Bhaskar
મુખ્યમંત્રીની રૂબરૂ મુલાકાત લઇ રજૂઆત કરાઇ હતી.
  • તલાટી અને વીસીની હળતાલને કારણે અટકી ગયેલી ટેકાના ભાવ માટેની રજિસ્ટ્રેશનની તારીખ લંબાવવા અમદાવાદ જિલ્લા ભાજપ દ્વારા મુખ્યમંત્રીને રૂબરૂ મળી રજૂઆત કરાઇ

અમદાવાદ જીલ્લામાં પાછળથી થયેલા વરસાદનાં કારણે ખેડુતોનાં પાકને ભારે નુકશાન થવા પામ્યું છે.જેથી વધુ વરસાદના કારણે ખેતીવાડીમાં થયેલા નુકસાન અંગે તાત્કાલિક સર્વે કરાવી ખેડૂતોને આર્થિક મદદ કરવા માટે તેમજ હાલમાં તલાટીઓ તેમજ વી.સી.ની હડતાળને કારણે ટેકાના ભાવ માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા નહી થઈ શકવાના કારણે રજીસ્ટ્રેશનની તારીખ લંબાવવા માટે જીલ્લા ભાજપનાં આગેવાનોએ મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને રજુઆત કરી છે. અમદાવાદ જીલ્લામાં પાછળથી થયેલા ભારે વરસાદનાં કારણે ખેડુતોનાં પાકને ભારે નુકશાન થવા પામ્યું છે.ખેડુતોએ વ્યાજે રૂપીયા લાવીને મોંધાભાવનું બીયારણ, ખાતર, દવા અને મજુરી મૂકવવીને ખેતીમાં પાક કર્યો હતો.

પરંતુ પાછળથી થયેલા ભારે વધુ વરસાદના કારણે ખેતીવાડીમાં ભારે નુકશાન થવા પામ્યું છે.ખેડુતોનાં ખેતરોમાં પાણી ભરાઇ જવા પામ્યાં છે.તાજેતરમાં યોજાયેલી જન આર્શીવાદ યાત્રા દરમ્યાન ખેડુતોએ ખેતીવાડીને થયેલા ભારે નુકશાનની રજુઆતો ભાજપનાં આગેવાનોને રજુઆતો કરી હતી.જેથી તે રજુઆતોને ધ્યાનમાં રાખીને ખેતીવાડીમાં થયેલા ભારે નુકસાન અંગે તાત્કાલિક સર્વે કરાવીને ખેડૂતોને આર્થિક મદદ કરવા માટે તેમજ હાલમાં તલાટીઓ તેમજ વી.સી. હડતાળ ઉપર ઉતર્યા છે.જેનાં કારણે ટેકાના ભાવ માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા ચાલું કરી દીધી હોવાથી તલાટીઓનાં દાખલાઓની જરૂર પડે છે.અને ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવા માટે વી.સી.ની જરૂર પડે છે.

જેથી તલાટીઓ અને વી.સી.હડતાલ ઉપર ઉતર્યા હોવાથી હાલમાં ચાલી રહેલી ટેકાનાં ભાવ માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન નહી થઈ શકવાના કારણે રજીસ્ટ્રેશનની તારીખ લંબાવવા માટે જિલ્લા ભાજપ પ્રમુખ હર્ષદગીરી ગોસાઈની આગેવાનીમાં દસ્ક્રોઈ ધારાસભ્ય બાબુભાઇ જે. પટેલ, સાણંદ-બાવળાનાં ધારાસભ્ય કનુભાઈ પટેલ, ભાજપ પ્રદેશ કારોબારી સદસ્ય કુશળસિંહ પઢેરીયા, જીલ્લા ભાજપ મહામંત્રીઓ નવદીપસિંહ ડોડીયા, મયુરભાઈ ડાભી, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ રમેશભાઈ મકવાણાએ રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...