તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માગણી:બાવળામાં જંતુનાશક દવાના સ્ટોર ખોલવા મામલતદારને રજૂઆત

બાવળા10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જંતુનાશક દવાના દુકાનદારોને પાસ આપવા જણાવ્યું
 • બાવળામાં 4 દિવસ સુધી ફક્ત દૂધ અને દવાની દુકાનો ચાલું રખાઈ હતી

અમદાવાદ જિલ્લામાં કોરોનાનાં કેસો વધી રહ્યા છે ત્યારે બાવળા અને તેની આજુબાજુનાં ધોળકા, સાણંદ, દસકોઈમાં પણ કેસોનો વધારો થઈ રહ્યો હોવાથી બાવળામાં ચાર દિવસ સુધી ફક્ત દૂધ અને મેડીકલ સીવાઇ તમામ દુકાનો અને લારીઓ બંધ કરાવી દીધી હતી.તેમજ સોમવારથી આંતરે દિવસે ફક્ત કરિયાણાની જ દુકાનો 12 વાગ્યા સુધી ખોલવાનો પરીપત્ર બહાર પાડયો છે ત્યારે હાલમાં  ખેડૂતોને ખૂબ જ હાલાકી પડી રહી છે. તેમને પશુધન માટે, ધાસચારા માટે તથા ખાતર, દવાની જરૂરિયાત ઉપરાંત ઉનાળુ પાક જેવા કે જુવાર, બાજરી, ૨ચકો, મગ, શાકભાજી વગેરે માટે ખાતર તથા જંતુનાશક દવાની જરૂરીયાત પડતી હોય છે. જેથી બાવળાનાં સામાજીક કાર્યકર મયુરધ્વજ ડાભીએ બાવળા મામલતદાર પી.આર.દેસાઇને જંતુનાશક દવાની દુકાનદારો પાસ કાઢી આપી તાત્કાલિક ખોલવા માટે પરવાનગી આપવા લેખીત રજુઆત કરી છે. રજૂઆતમાં તેમણે જણાવ્યું હતું કે જેમ મેડિકલ સ્ટોરની ઉપયોગીતા છે તેટલી ઉપયોગીતા તે જંતુનાશક દવાઓની તથા ખાતરની છે. ઉનાળુ પાક, શાકભાજી, તથા પશુઓ માટે ધાસચારા માટે તથા આગામી ચોમાસું સીઝનમાં આપણા વિસ્તારનો અતિ મહત્વનો પાક ડાંગરનું ધરૂ નાખવાની શરૂઆત થશે તેને ધ્યાનમાં લઈને આ મહામારીનાં સમયમાં જગતના તાતની પડતી હાલકીમાં ધટતું કરશો. અને વહેલી તકે દુકાનો ખોલવા માટે મજૂરી આપશો. બાવળામાં ચાર દિવસ સુધી ફક્ત દૂધ અને મેડીકલ સીવાઇ તમામ દુકાનો અને લારીઓ બંધ કરાવી દીધી હતી. ત્યારે ખેડૂતોને પડતી હાલાકી ધ્યાનમાં રાખીને આ માગ કરવામાં આવી છે. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો