બાવળા તાલુકાનાં આદરોડા - સાંકોડ રોડ ઉપર નવી વાય.એમ.સી.એ.ક્લબ બની રહી છે.આ કલબ દ્વારા રોડની સાઈડનાં આવેલી પાણી વહન માટેની નાની કેનાલોને ગેરકાયદેસર રીતે બંધ કરી તેની અંદર નાના - નાના નાળાઓ મુકી પાણી વહનનાં માર્ગોને અવરોધ ઉભો થાય તે રીતે કામ કરી રહ્યા છે.
આ જગ્યાની આજુબાજુનાં ખેતી લાયક સર્વે નંબરોમાં પાક પ્રમાણે પાણીની પુષ્કળ જરૂરીયાતો ઉભી થાય છે અને ચોમાસા દરમ્યાનનું વધારાનું પાણી તે નહેરો દ્વારા આગળ જાય છે અને બીજા ગામોને પણ સિંચાઈ માટે આ ચોમાસાનું પાણી જીવતદાન બની રહે છે.
જે હકીકતોથી આ ક્લબનાં સત્તાધીશો જાણતા હોવા છતાં પણ રોડ ઉપરનાં માર્જીનનું દબાણ માપ્યા વગર સરકારની પુર્વમંજુરી વગર તેઓ પોતાની મનસ્વી રીતે બે-રોકટોક રીતે રોડની સાઈડનાં દબાણો ઉપર તેઓ પોતાની રીતે નાળા નાંખી તે જગ્યાનો ઉપયોગ તેઓ પાર્કીંગનાં ઉપયોગ માટે પોતાને અગવડ ન પડે તે રીતે પોતાની સગવડ માટે તેઓ આ કૃત્ય કરી રહ્યા છે.
થોડા સમય પછી ચોમાસાનું આગમન થશે વરસાદી માહોલમાં તેમજ નર્મદાની કેનાલોમાં પાણી છોડવાથી ખેતીનાં વપરાશ બાદ વધારાનાં પાણીનો નિકાલ આ નાળાથી થવાનો નથી.જેથી અમારી ખેતીની ઉપજ ઉપર મોટા પ્રશ્ન ઉભા થશે જેવા કે પાક ધોવાણ , પાક નિષ્ફળ જવાનાં પ્રશ્ન ઉભા થશે જે અંગે અમો કોઈને કહી પણ નહી શકીએ. માટે આવા બેફામ તત્વો કાયદાને ગાંઠે તેવા સત્તાધીશો છે.
તે અમારા જેવા નાના ખેડુતોની વાતને ઘોળીને પી ગયેલ છે.અમે ત્યાં રજુઆત કરવા માટે ગયા તો અમને અડધુત કરી દીધા હતાં.અને ધમકી આપી હતી કે તમારે જયાં જવુ હોય ત્યાં જાવ અમારી બધે ઓળખાણો છે.તમારી મહોર અમારું નામ પહોંચશે તો પણ અમારું કામ બગડશે નહી.માટે અમે પણ નાશી પાસ થઈ ગયા છીએ કારણ કે આવી રીતે નાળા મુકી દેવાથી પાણીનો નિકાલનાં પ્રશ્ન ચોક્કસ ઉભો થવાનો છે.
આ ક્લબ દ્વારા આડેધડ રીતે માટી લાવી તેઓએ રોડથી પણ ઉંચું પુરાણ કરી પાણીનો નિકાલ ચોક્કસ બંધ કરી દિધો છે.જેથી બાપુપુરાનાં સુરેશભાઇ પટેલ, રણજીતભાઇ પટેલ અને ખેડુતો દ્વારા બાવળા મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને લેખીત રજુઆત કરવામાં આવી છે. તેમણે રજુઆત કરી છે કે રોડનું માર્જીન નક્કી કરવામાં આવે અને પછી નાળા મુકવામાં આવે તેવી માગ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.