તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આવેદન:AAP પર થયેલા હુમલાના દોષિતોને કડક સજા કરો

બાવળાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાવળામાં આપના કાર્યકરોએ મામ.ને આવેદન આપી માગણી કરાઇ

વિસાવદર તાલુકાનાં લેરીયા ગામમાં આમ આદમી પાર્ટીની જનસંવેદનાની રેલીમાં જઈ રહેલા પાર્ટીનાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલભાઇ ઈટાલીયા, ઈશુદાનભાઇ ગઢવી, મહેશભાઇ સવાણી, પ્રવિણભાઇ રામ અને અન્ય નેતાઓ અને કાર્યકર્તાઓ ઉપર કેટલાક અસામાજીક તત્વો દ્વારા રાજકીય કિન્નાખોરી રાખીને જાન લેવા હુમલો કરવામાં આવ્યો હતો.પ્રજાની સેવા માટે આપ પાર્ટી અસ્તીત્વમાં આવી છે.ત્યારે આવી પાર્ટીનું અસ્તીત્વ મીટાવવા માટે આવું અમાનવીય કૃત્ય કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા કથળી રહી છે.આ અસામાજીક તત્વો દ્વારા કરવામાં આવેલા હુમલામાં જેટલા પણ સામેલ હોય તે તમામ વિરૂદ્ધ પોલીસ ફરીયાદ કરી કડકમાં કડક સજા કરવામાં આવે અને તાત્કાલીક અસરથી ધરપકડ કરવામાં આવે તેવી માંગણી સાથે બાવળા મામલતદાર પી.આર.દેસાઇને આમ આદમી પાર્ટીનાં જીલ્લા મંત્રી જીતુભાઈ ઠક્કર, સંગઠન મંત્રી લક્ષ્મણભાઇ ચોહાણ,રીતીશભાઈ સરવૈયા, બાવળા શહેર પ્રમુખ ભૂપેન્દ્રસિહ ઝાલા, ઉપ પ્રમુખ વિપુલભાઈ પટેલ, મહામંત્રી સંજયભાઇ પટેલ, રીકીનભાઈ પટેલ તેમજ કાર્યકર્તાઓ હાજર રહી આવેદનપત્ર આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...