રહીશોની માગ:બાવળામાં ગૌરવ પથની સ્ટ્રીટ લાઇટ 3 દિવસથી બંધ, નાગરિકોને રાતે અવરજવરમાં મુશ્કેલી

બાવળાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

બાવળા નગરપાલીકા હદવિસ્તારમાં આવેલા ગૌરવ પથ રોડ પર બાવળાનાં પ્રવેશદ્વાર વૈશાલી સોસાયટીથી સરકારી દવાખાના ચાર રસ્તા સુધીની સ્ટ્રીટ લાઇટો છેલ્લા ત્રણ દિવસથી બંધ રહેવા પામી છે. સ્ટ્રીટ લાઇટો બંધ રહેતાં નગરજનોને રાત્રે અવર-જવર કરવામાં ભારે મુશ્કેલીઓ પડી રહી છે. આ રોડ ઉપર મોટાં-મોટાં ખાડાઓ પડી ગયા હોવાથી રાત્રે સ્ટ્રીટ લાઇટો બંધ હોવાથી રાહદારીઓ અને વાહન ચાલકો ખાડામાં પડે છે.

બાવળાની આજુબાજુમાં ઔધોગીક વિસ્તાર હોવાથી બીજી પાળીમાંથી છૂટતાં લોકોને રાત્રે અંધારામાંથી પસાર થવું પડે છે.જેથી અંધારામાં કોઈ અસામાજીક તત્વો લાભ લઇ જાય તેવી દહેશત ઉભી થવા પામી છે.જેથી તાત્કાલીક અસરથી આ રોડ ઉપરની સ્ટ્રીટ લાઇટો પાલીકા તંત્ર દ્વારા ચાલુ કરવામાં આવે તેવી આ રોડ ઉપરની સોસાયટીનાં રહીશો,નગરજનોની માંગણી છે.

અન્ય સમાચારો પણ છે...