તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:બાવળામાં બાઇક ફૂલ સ્પિડે ચલાવવા બાબતે 2 કુટુંબ વચ્ચે લાકડી-ધારિયા ઉછળ્યાં, 10 ઘાયલ

બાવળાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • હોળીની રાતે ફળિયામાં રહેતો યુવક નશાની હાલતમાં ફૂલ સ્પિડે બાઇક લઇને નીકળ્યો હતો જેથી તેને ઠપકો આપતા બીજા દિવસે અન્ય લોકો સાથે મળી હુમલો કર્યો હતો

બાવળામાં આવેલી મજુર કલ્યાણ સોસાયટીમાં કુલ સ્પીડમાં બાઈક ચલાવવા બાબતે બે કુંટુંબો વચ્ચે લાકડી, ધારીયા, લોખંડની પાઇપ, તલવાર, છરી વચ્ચે સામસામે હુમલો થતાં બંને પક્ષનાં 10 જેટલા લોકોને નાની-મોટી ઈજાઓ થતાં એક વ્યકિતને અમદાવાદ અને બાકીના બધા ને બાવળા ની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.બંન્ને પક્ષોએ બાવળા પોલીસમાં સામસામે ફરીયાદ નોંધાવતાં બાવળા પોલીસે બંને પક્ષની ફરીયાદ લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બાવળામાં કુમાર શાળા પાછળ આવેલી મજુર કલ્યાણ સોસાયટીમાં રહેતાં રીતેષભાઈ દેવાભાઇ ઠાકોરે બાવળા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે હોળીની રાત્રે આઠ વાગ્યાની આસપાસ તેમનાં ફળીયામાં રહેતા દલપતભાઇ મહેન્દ્રભાઈ ઠાકોર બાઈક લઈ ફુલ સ્પીડમાં પીધેલી હાલતમાં તેમનાં ઘર આગળથી નીકળતા છોકરાઓ ફળીયામાં રમતા હોવાથી દલપતભાઈને તેમના ઘરે જઈને કહ્યું કે અમારા છોકરા ફળીયામાં રમતા હોય છે અને અડફેટમાં આવી જાય તો અમારા છોકરાઓને વાગી જાય જેથી બાઈક ધીમેથી ચલાવવાનું કહેતાં તે ઉશ્કેરાઈ જઈ ગમે તેમ બોલવા લાગ્યા હતાં જેથી આજુબાજુના માણસોએ આવીને એમને સમજાવી ઘરે જવા કહેતાં ઘરે આવી ગયો હતો.

બીજા દિવસે ધૂળેટીનાં દિવસે બપોરે 12 વાગ્યે હું શક્તિપુરા સોસાયટી - 2માં રહેતાં કાકાના દિકરા અજષભાઈ બળવંતભાઈ ઠાકોરના ઘરે પાર્થ ગોવિંદભાઈ ઠાકોર, અજય તથા બીજા ઘરના માણસો અને કુટુંબી બનેવી કમલેશ વનવીરજી ઠાકોર (અમદાવાદ) બેઠા હતા તે વખતે દલપત મહેન્દ્રભાઈ ઠાકોર, ઘનશ્યામ ઠાકોર, અરવિંદ બ્રહ્મભટ્ટ, ગોવિંદ બ્રહ્મભટ્ટ, મહેન્દ્રભાઈ ઠાકોર લાકડી, ધારીયું, પાઇપ અને છરી લઈને આવીને ઉશ્કેરાઇ જઇને મારવા તુડી પડયા હતાં જેમાં રીતેશભાઈ, તેનાં કાકાના દિકરા અજય, પાર્થ ઉર્ફે મોટુને, હંસાબેન બળવંતભાઈ ઠાકોર, કમળાબેન ગૌવિંદભાઈ ઠાકોર અને શારદાબેન મોબતજી ઠાકોર, ચંદુભાઇ રાજુજી ઠાકોરને નાની-મોટી ઇજાઓ થતાં અને લોહી નીકળતાં આજુબાજુનાં લોકોએ આવીને છોડાવતાં તેઓ જતાં-જતાં જાનથી મારી નાખવાની ધમકી આપીને જતાં રહ્યા હતાં.

જેથી ઇજાગ્રસ્ત તમામને બાવળા ની ખાનગી હોસ્પીટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતાં.જેથી બાવળા પોલીસમાં ફરિયાદ નોંધાવતાં બાવળા પોલીસે તમામ વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.તેમજ સામાપક્ષે આ બાબતે બાવળા પોલીસમાં દલપત ઉર્ફે દલો મહેન્દ્રભાઇ ઠાકોરે ફરીયાદ નોંધાવી છે તે બાઇક કેમ કુલ સ્પીડે ચલાવે છે તે બાબતે બોલાચાલી કરી ધમકી આપતાં ફરીયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો