તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ઇફેક્ટ:બાવળામાં મસાલા - સિગારેટ વેચતી વ્યક્તિને ઝડપી જેલહવાલે કરી

બાવળાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બાવળા પોલીસે અગાઉ તેને નોટિસ પણ આપી હતી

બાવળાઃ હાલમાં સમગ્ર વિશ્વ કોરોના વાઈરસનાં ઝપટમાં આવી ગયું છે. અને ભારત તથા ગુજરાતમાં પણ તેના કેસોનો વધારો થઈ રહ્યું છે.ત્યારે સરકારે કોરોના વાઇસસ ને નાંથવા અને કાબુમાં લેવા માટે પાન-બીડી, મસાલા - ગુટકા, તમાકુનાં વેચાણ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મુકીને વેચાણ બંધ કરાવી દીધું છે. અને લોકડાઉન કરીને જાહેરનામું બહાર પાડી દીધું છે.ત્યારે આ જાહેરનામાનો અને લોકડાઉનનો કડક અમલ થાય તે માટે બાવળાનાં પી.આઇ.આર.જી.ખાંટની સૂચનાથી પી.એસ.આઇ.બી.બી.વાધેલા, કોન્સ્ટેબલ મેરૂભા,પ્રવિણસિહ, કિરીટસિહ બાવળામાં ચાલતી પાન-બીડીના ગલ્લા, ઠંડા પીણાના પાર્લર તેમજ ખાણી પીણીના રેસ્ટોરન્ટ ચેક કરવા માટે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ફરતા ફરતા બાવળામાં આવેલા રાશમ રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતાં ત્યારે વેલામણી ફલેટની નીચે પ્રતાપભાઇ મુળજીભાઈ ભરવાડ ખોડીયાર પાન પાર્લરમાં પાન મસાલા ગુટકા અને સીગારેટ, બીડીનું વેચાણ કરી રહ્યો હતો.
ચોરી- છૂપીથી પાન-મસાલા, બીડી, ગુટકાનું વેચાણ કરતાં લોકોમાં ફફડાટ
જેથી તેને પકડી પાડી જેલનાં સળીયા પાછળ ધકેલી દઈને જાહેર નામાનો ભંગ કર્યા બદલ નો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આ વ્યકિતને બાવળા પોલીસે અગાઉ પાર્લર બંધ રાખવા માટે નોટીસ પણ આપી હતી. પોલીસની કાર્યવાહીથી ચોરી- છૂપીથી પાન-મસાલા, બીડી, ગુટકાનું વેચાણ કરતાં લોકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. કોરોના વાઇરસના કારણે ગુજરાત સહિત દેશભરમાં લોકડાઉનની સ્થિતિ છે અને તમાકું-ગુટખા સહિતની ચીજ વસ્તુઓ વેચવા પર પ્રતિબંધ છે. ત્યારે બાવળામાં તમાકું વેચતી વ્યક્તિને ઝડપી લેવામાં આવી છે. તમાકુ અને ગુટખા વેચતા વેપારીઓ હાલમાં કાળા બજાર કરી રહ્યા છે. 100 રૂપિયામાં મળતાં સિગારેટના પેકેટના હાલમાં 200 રૂપિયા સુધી વસુલી નફો રળી લેવામાં આવી રહ્યો છે. 

અન્ય સમાચારો પણ છે...