તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોલીસની કાર્યવાહી:બાયોડીઝલના જથ્થા સાથે 2 વ્યક્તિને SOGએ પકડી લીધા

બાવળા3 મહિનો પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ જીલ્લામાં બાયોડીઝલના ગેરકાયદેસર સંગ્રહ અને વેચાણ કરતાં લોકોને પકડી કાર્યવાહી કરવા ઉચ્ચ અધિકારીએ સુચના અને માર્ગદર્શન આપ્યું હતું. જેથી એસ.ઓ.જી.શાખાની ટીમને કામે લગાડીને બાતમીદારોને સક્રિય કર્યા હતાં.

જેથી પો.કો.રણવિરસિંહને બાતમી મળી હતી કે બાવળા-અમદાવાદ હાઇ-વે રોડના સર્વિસ રોડની બાજુમાં ચાર્ટર બસ ટ્રાન્સપોર્ટની બાજુમાં આવેલી એ વન કોપ્લેક્ષમાં રોયલ રોડવેઝની ઓફિસમાં ગેર કાયદેસર રીતે બાયોડીઝલ બહારથી મંગાવીને પોતાની રોયલ રોડવેઝની ઓફિસમાં પ્રવાહી ભરવાના પ્લાસ્ટીકના ટાંકા રાખી તેમાં બાયોડીઝલ ગેરકાયદેસર રીતે સંગ્રહ કરી તેનો વાહનોમાં ઇંધણ તરીકે ઉપયોગ કરે છે.

જે બાતમીનાં આધારે પી.આઇ. ડી.એન.પટેલ, સહિતની ટીમે બાતમી મુજબની જગ્યાએ દરોડો પાડતાં ગેરકાયદેસર જ્વલનશીલ પેટ્રોલીયમ પ્રવાહી લીટર 2700 જેની કિંમત 1,83,600 રૂપીયાનો અને અન્ય મુદામાલ મળી 3,84,800 રૂપીયાનાં મુદામાલ સાથે રફીક સુલેમાનભાઇ મીર (રહે.નુરમહંમદ સોસાયટી જુના જંકશન રોડ,સુરેન્દ્રનગર)અને હુશેન રશુલભાઇ ચુડેસરા, (રહે. કેસર પાર્ક , જાગૃતી સ્કુલની બાજુમાં, સરખેજ)ને પકડી પાડી જેલના સળીયા પાછળ ધકેલી દીધા હતા.

અન્ય સમાચારો પણ છે...