ગેરકાયદે રીતે ચાઇનીઝ દોરીનું વેચાણ:બાવળામાં ચાઇનીઝ દોરીની 19 ફિરકી સાથે SOGએ 1ને પકડ્યો

બાવળાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

બાવળામાંથી ચાઇનીઝ દોરીની 19 ફીરકી સાથે 1 ઈસમને પકડી એસઓજી પોલીસે તેની સામે ગુનો દાખલ કર્યો છે. અમદાવાદ રેન્જ પોલીસ મહાનિરીક્ષક વિ.ચંન્દ્રશેખર અને જીલ્લા પોલીસ અધિક્ષક અમિત વસાવાએ અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં ચાઇનીઝ દોરાનાં ઉત્પાદન વેચાણ અને ઉપયોગ કરવા ઉપર હંગામી પ્રતિબંધ હોવાથી ગેરકાયદે રીતે ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા લોકોને પકડી લેવા એસ.ઓ.જી.શાખાનાં પોલીસ અધિકારીને સુચના આપી હતી.

જેથી તેમણે તેમની ટીમને કામે લગાડી હતી જેથી તેમની ટીમને બાતમી મળી હતી કે બાવળામાં સ્ટેશન રોડ ઉપર આવેલા પૃથ્વી કોમ્પલેક્ષની સામે આવેલા આવેલા કોટન પ્રેસનાં મકાનમાં રહેતો કાળુભાઇ બાબુભાઇ પગી ઘરે ચાઇનીઝ દોરાનું વેંચાણ કરે છે. જે બાતમીનાં આધારે એસ.ઓ.જી.ની ટીમે બાવળા પોલીસને અંધારામાં રાખીને બાતમી મુજબની જગ્યાએ દરોડો પાડીને ઘરમાંથી 19 ચાઇનીઝ પતંગની દોરીની ફીરકીઓ મળી આવતાં 9,500 રૂપીયાની ચાઈનીઝ દોરીની ફીરકીઓ જપ્ત કરીને કાળુભાઇ ઉર્ફે ટીનાભાઇ પગીને ઝડપી લઇને બાવળા પોલીસમાં આઇ.પી.સી. એક્ટ કલમ- 188 મુજબનો ગુન્હો નોંધી કાર્યવાહી કરી છે.

અન્ય સમાચારો પણ છે...