સાણંદ-બાવળા વિધાનસભા ચૂંટણીમાં ભાજપ દ્વારા કનુ પટેલને રિપીટ કરવામાં આવ્યા છે ત્યારે સાણંદ એપીએમસી ચેરમેન અને કોળી સમાજનાં આગેવાન ખેંગાર સોલંકીએ પણ ટીકીટ માંગી હતી પરંંતુ ભાજપે ટીકીટ નહીં આપતાં તેમણે બળવો પોકાર્યો હતો. તેઓ અપક્ષ ઉમેદવારી કરશે તેવું નક્કી કરીને રોજ રોજ શક્તિપ્રદર્શન કરી રહ્યા છે. તેમને સમજાવવા માટે ભાજપનાં નેતાઓએ ખૂબ જ પ્રયત્ન કર્યા છે.
પરંતુ તેઓ સમજવા તૈયાર નથી. રવિવારે સાંજે નળસરોવર રોડ ઉપર માણકોલ ચોકડી ખાતે ખેંગાર સોલંકીએ સાણંદ-બાવળા વિસ્તારના 1000થી પણ વધારે સમર્થકો એકત્ર કરીને શક્તિ પ્રદર્શન યોજ્યું હતું. સોમવારે સાંજે બાવળા તાલુકાના નાનોદરા ગામમાં પણ 2000 થી વધારે સમર્થકો, આગેવાનો, યુવાનો ભેગા કરીને પોતાની તાકાત બતાવી હતી.
આ પ્રસંગે ખેંગારભાઈએ જણાવ્યું હતું કે ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી કરવા પાછળનું કારણ એક જ છે કે ધારાસભ્ય કનુભાઇ અને તેમનાં પિતાને હું જ ભાજપમાં 13 કરોડ રૂપિયા સેટીંગ કરીને સમાજનાં વિકાસ માટે લાવ્યો હતો. પરંતુ તેમણે સમાજનો નહીં પણ તેમનો જ વિકાસ કર્યો છે. ખેંગારભાઇએ અપક્ષ લડવાનું નક્કી કરતાં સાણંદ સીટમાં ભારે રસાકસી થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.