બાવળા તાલુકાના કોચરીયા ગામમાં યુ.જી.વી.સી.એલમાં નોકરી કરતાં યસભાઈ ઈશ્વરભાઈ મહેરીયા વીજમીટરનાં સર્વે માટે ગયા હતા. ગામમાં સર્વે કરતાં-કરતાં પગીવાસમાં રહેતાં મેલાભાઈ ખુશાલભાઈ પગીનાં ઘરે જઈને મીટરનું સર્વે કરતાં હતાં ત્યારે તેમણે હાથમાં ધારીયું લઈને આવીને પાછળથી માથામાં મારીને હુમલો કરતાં કર્મચારી લોહીલુહાણ થઇ ગયો હતો.
જેથી 108ની ઇમરજન્સી સેવાને ફોન કરતાં બાવળાની 108 ના ઇ.એમ.ટી.૨વી લાલકીયા અને પાયલોટ હરપાલસિંહ ઝાલા તરત જ ઘટના સ્થળે પહોંચી જઈને પ્રાથમિક સારવાર આપીને બાવળા સામુહીક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવ્યા હતા. જયાં યુ.જી.વી.સી.એલના અધિકારી અને સ્ટાફ દોડી આવ્યો હતો. ઘાયલને સામુહીક આરોગ્ય કેન્દ્રમાં સારવાર આપીને વધુ સારવાર માટે અમદાવાદની ખાનગી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તેમણે કેરાળા જી.આઇ.ડી.સી પોલીસમાં ફરીયાદ નોંધાવતાં કેરાળા જી.આઇ.ડી.સી. પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.