તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:બાવળામાં ગંદકી જોઇ Dy.CMએ પાલિકાના અધિકારીઓને ખખડાવ્યા

બાવળા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
ખુલ્લા ખેતરમાં મોટાં પ્રમાણમાં ગંદુ પાણી અને પાણીમાં ગંદો કચરો - Divya Bhaskar
ખુલ્લા ખેતરમાં મોટાં પ્રમાણમાં ગંદુ પાણી અને પાણીમાં ગંદો કચરો
 • ગંદકી કરનારાને નોટિસ આપી પગલાં લેવા સુચના આપી

બાવળામાં આવેલા ઝવેરી બજાર કોમ્પલેક્ષમાં સંસ્થા દ્વારા મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.આ મહારક્તદાન કેમ્પમાં નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલ હાજરી આપવા માટે આવ્યા હતાં.તેઓ હાઇ-વે ઉપરથી બાવળાની અંદર આવવા માટેનાં રોડ ઉપરથી આવી રહ્યા હતાં. ત્યારે ત્યાં ખૂણા ઉપર આવેલા ખુલ્લા ખેતરમાં મોટાં પ્રમાણમાં ગંદુ પાણી અને પાણીમાં ગંદો કચરો તેમને જોયો હતો. અને તે તેમનાં ધ્યાને આવ્યો હતો. આ જગ્યાએ લોકો, વેપારીઓ અને દેશી દારૂની ખાલી પ્લાસ્ટિકની કોથળીઓ નાંખવામાં આવે છે.અને બાજુમાં આવેલી રાઈસ મીલ દ્વારા તેમનું નીકળતું વેસ્ટ ખરાબ પાણી પણ કાઢવામાં આવે છે.

પરંતું ક્યારેય પણ પાલીકા દ્વારા અહીં સાફ સફાઈ કરવામાં આવતી નથી. જેથી ખૂબ જ ગંદકી થાય છે. જેનાથી અતિશય દુર્ગંધ પણ મારે છે.જેથી ત્યાંથી નીકળતી વ્યકિતઓને ભારે તકલીફ પડે છે.આ ગંદકી આજદીન સુધી પાલીકા તંત્ર દેખાઇ નહીં પણ ત્યાંથી પસાર થતાં નાયબ મુખ્યમંત્રીને દેખાઇ અને તેમણે કાર્યક્રમ પૂરો થયા પછી પાલિકાનાં પ્રમુખ, ચીફ ઓફીસરને ગંદકી બાબતે પૂછી ને કહ્યું કે આવી ગંદકી નાં ચાલે.ગંદકી કરનારને નોટીસ આપો. અને યોગ્ય પગલા ભરી સાફ-સફાઈ કરાવવા સૂચના આપી હતી. જો તેઓ પુરા બાવળામાં ફર્યા હોત તો અનેક જગ્યાએ ગંદકી જોવા મળતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો