તપાસ:કેરાળા જી.આઇ.ડી.સી.પોલીસ સ્ટેશનની હદમાં દારૂનું ધૂમ વેચાણ

બાવળા23 દિવસ પહેલા
  • કૉપી લિંક

બાવળા તાલુકાનાં કેરાળા જી.આઇ.ડી.સી.પોલીસ સ્ટેશનની હદમાં દેશી અને વિદેશી દારૂનું પોલીસના ડર વગર ધૂમ વેચાણ થઈ રહ્યું છે. કેરાળા જી.આઇ.ડી.સી.માં નાની-મોટી કંપનીઓ આવેલી છે. જેથી મોટા પ્રમાણમાં મજુરો કામ કરતાં હોવાથી જી.આઇ.ડી.સી. વિસ્તારમાં દારૂનું વેચાણ થઈ રહ્યું છે. તેમજ કેરાળા જી.આઇ.ડી.સી.પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ગામડામાં પણ દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે.

થોડા સમય પહેલા બરવાળા વિસ્તારમાં લઠ્ઠાકાંડ થયો હતો તેમાં 50 થી વધારે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. તે પછી થોડો સમય પોલીસ કડક બની હતી અને દેશી દારૂનાં અડ્ડાઓ ઉપર રેડ કરીને બંધ કરાવ્યા હતા. તે પછી હાલમાં પોલીસનાં ડર વગર દારૂનું વેચાણ થઈ રહ્યું છે. પોલીસ દેખાવ પુરતો 2-4 લીટર દેશી દારૂ પકડીને કેશ કરી રહી છે. જેથી સ્પષ્ટ થાય છે કે દેશી દારૂ જોઈએ તેટલો ગામડામાં અને જી.આઇ.ડી.સી.વિસ્તારમાંથી મળી રહે છે. જેથી લોકો ઈચ્છી રહ્યા છે કે બરવાળા જેવો લઠ્ઠાકાંડ થાય તે પહેલા પોલીસ કડક હાથે કાર્યવાહી કરીને દારૂનું વેચાણ બંધ કરાવે.

અન્ય સમાચારો પણ છે...