તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તસ્કરી:મોગલધામ પાસે મહિલાને કેફી દ્રવ્ય પીવડાવી બેભાન કરી મંગળસૂત્રની લૂંટ

બાવળા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સુરેન્દ્રગરના સાયલાની મહિલા બાવળાથી ખાનગી વાહનમાં બેસી ઢાંકણિયા જવા નીકળ્યા હતા ત્યારે મોગલધામમાં દર્શન કરી પરત જતાં બનેલો બનાવ

સાયલા તાલુકાના ઢાંકણીયા ગામની મહિલા બાવળાથી ખાનગી ગાડીમાં બેસીને પોતાના ગામ જવા માટે નીકળ્યા હતાં. રસ્તામાં મોગલ ધામમાં દર્શન કરવા માટે ઉભા રહ્યા હતાં.દર્શન કરીને ગાડીમાં બેઠા પછી મહીલાને ઠંડાપીણામાં કેફી પ્રવાહીવાળી માઝા પીવડાવીને બેભાન કરી સોનાની કડીઓ, મંગળસૂત્ર અને મોબાઇલ મળી 40,000 રૂપીયાની ચોરી કરી ગાડીમાંથી ઉતારીને ભાગી ગયા છે. મહીલાએ બાવળા પોલીસમાં ફરીયાદ નોંધાવતાં બાવળા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરેન્દ્રનગર જીલ્લાનાં સાયલા તાલુકાનાં ઢાંકણીયા ગામનાં જયોતિબેન મહેન્દ્રદાન ગઢવી ઘરકામ કરે છે. તેમનાં સસરાનો એક પગ કપાયેલો છે. અને તેમની દવા અમદાવાદ અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે ચાલુ છે. જેથી જયોતિબેન દર મહીને અમદાવાદ સીવીલ હોસ્પીટલમાં સસરાની દવા લેવા માટે એકલી છુટક સાધનોમાં જાય છે. તે ગઇ 24 તારીખે બપોરના સાડા અગીયાર વાગ્યે તેઓ અમદાવાદથી બાવળા આવીને બાવળામાં સાણંદ ચોકડીથી એક કાળા કલરની ફોર વ્હીલ ગાડીમાં ઘરે જવા બેઠા હતાં. અને ૨સ્તામાં ભાયલા પાસે આવેલા મોગલધામમાં મોગલ માતાજીનાં દર્શન કરવા માટે ઉભા રહ્યા હતાં.

દર્શન કર્યા પછી ગાડીમાં બેસતાં ગાડીમાં બેઠેલાં બે વ્યકિતએ માઝા ઠંડાપીણામાં કેફી પ્રવાહી વાળી સોડા પીવરાવી બેભાન કરીને કાનમાં પહેરેલા સોનાનાં બુટીયા એક જોડી, કાચા ધાતુનું બગસરાનું મંગળસુત્ર, કાનમાં પહેરવાની સોનાની કડીઓ એક જોડી, નાકનો સોનાનો દાણો અને એન્ડ્રોઇડ મોબાઇલ ફોન મળી કુલ 40,000 રૂપીયાનો મુદ્દામાલ ચોરી કરીને ગાડીમાંથી નીચે ફેંકી દઈને ભાગી ગયા હતાં.જેથી કોઈ રીક્ષાવાળાએ મહીલાને બેભાન હાલતમાં જોઈ જતાં તેણે મહીલાને રીક્ષામાં લઇને બાવળાની ખાનગી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં.

ત્યાં સારવાર પછી ભાનમાં આવતાં તેણે તેના પતિને ઘટનાની જાણ કરીને બાવળા પોલીસમાં લુંટની ફરીયાદ નોંધાવતાં બાવળા પોલીસે લૂંટનો ગુનો નોંધી લુંટારૂંઓને પકડી પાડવાં ચક્રો ગતિમાન કર્યા છે. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં ફરીથી ગાડીમાં બેસાડી મુસાફરોના કિંમતી સામાનની ચોરી કરતી ગેંગ ફરી સક્રિય થતાં ચકચાર મચી છે. ત્યારે ગેંગને ઝડપથી પકડી લેવાની માગણી ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...