હાલાકી:બાવળામાં ધોધમાર વરસાદથી રોડ અને અંડરબ્રિજ પાણીમાં

બાવળા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નગરજનોને ભારે હાલાકી, કોર્પોરેટરો દેખાયા નહીં

બાવળા શહેર અને તાલુકામાં ૨વિવારે રાત્રે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. જોત જોતાં ભારે વરસાદ થતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય જવા પામ્યાં હતાં. સવાર સુધીમાં 3.5 ઇંચ જેટલો વરસાદ બાવળા શહેરમાં પાણી - પાણી જ જોવા મળી રહ્યું છે.મોડી રાત્રે વરસાદ બંધ થઈ જવા પામ્યો હતો.છંતા બાવળા શહેરમાંથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયેલા છે.

બાવળામાં આવેલા ગર્લ્સ સ્કૂલ રોડ, નગરપાલીકા કચેરી બહારનાં ગોરવ પથ રોડ, અન્નક્ષેત્રની બહારનાં મુખ્ય રોડ ઉપર, બળીયાદેવ વિસ્તાર, ન્યૂ રજોડા રોડ, આદરોડા ચોકડી પાસેનો વિસ્તાર, કુમારશાળા પાછળનો વિસ્તાર અને બાવળામાં રેલ્વેએ બનાવેલા બે અંડરબ્રિજ પાણીમાં ગરકાવ થઇ ગયા છે.આ વિસ્તારમાં વરસાદી પાણીનાં નિકાલની કોઈ વ્યવસ્થા નહીં હોવાથી લાંબા સમય સુધી પાણી ભરાયેલા રહે છે.જેના કારણે નગરજનોને બે-ત્રણ ફૂટ ભરાયેલા પાણીમાંથી પસાર થવું પડે છે.

પાણીમાંથી વાહનો પસાર થતાં વાહનો બંધ પડી ગયા હતાં.બાવળાનો મુખ્ય એવો ગર્લ્સ સ્કુલ રોડ ઉપર થોડો પણ વરસાદ પડે તો બે-ત્રણ દિવસ સુધી પાણી ભરાયેલા રહે છે.આ રોડ ઉપર બાવળાની મોટા ભાગની સ્કુલો, મંદિરો આવેલા છે.જેથી નગરજનોને ભારે મુશ્કેલી પડે છે.ખાસ કરીને સ્કુલે જતાં બાળકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

અન્ય સમાચારો પણ છે...