બાવળા તાલુકાનાં શિયાળ ગામમાં દેશી દારૂ ગાળવાની હાટડીઓ ધમધમી રહી છે અને ખુલ્લેઆમ દેશી દારૂનો ધંધો થઈ રહ્યો છે.આ બાબતની અનેકવાર બગોદરા પોલીસમાં સરપંચ અને ગ્રામજનોએ રજુઆત કરી હતી પરંતુ પોલીસની મીલીભગત હોવાથી કોઈ કાર્યવાહી નહીં કરતાં સરપંચ અને ગ્રામજનોએ દેશી દારૂ ગાળવાની હાટડીઓ ઉપર જનતા રેડ કરતાં બગોદરા પોલીસનાં ધજીયા ઉડયા હતાં.અને આ ઘટના પછી પોલીસે બુટલેગર ઉપર ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બાવળા તાલુકાનાં શિયાળ ગામમાં આવેલા ખેતરમાં અને ઘરોમાં બુટલેગરો દેશી દારૂ ગાળવાની હાટડીઓ અને અડ્ડાઓ પોલીસની રહેમ નજર હેઠળ ધમધમી રહ્યા છે. દેશીદારૂનું વેચાણ ગામમાં ખુલ્લેઆમ થયું રહ્યું છે.જેથી ગ્રામજનો ત્રાહીમામ પોકારી ગયા છે.દેશીદારૂનાં વેચાણથી ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.જેથી ગ્રામજનોએ બગોદરા પોલીસમાં દેશીદારૂની હાટડીઓ અને વેચાણ બંધ કરાવવા બાબતે અનેકવાર રજુઆત કરવામાં આવી હતી.
પોલીસ દ્વારા કોઈપણ જાતની કાર્યવાહી નહીં કરતાં ગ્રામજનોએ આક્રોશ સાથે ગામનાં સરપંચ પ્રતાપભાઇ ગોહિલ, વિષ્ણુભાઇ પઢI૨ અને ગ્રામજનોએ જ જનતા રેડ પાડીને ગામમાં દારૂ ગાળવાનો અને વેચવાનો કાળો કારોબારને ખુલ્લો પાડી દીધો છે.ખરેખર દારૂનું વેચાણ બંધ કરાવવાની જવાબદારી પોલીસની છે.તે જવાબદારીમાં પોલીસ ઉણી ઉતરતાં ગ્રામજનોએ જનતા રેડ કરીને જમીનમાં દાટેલા દારૂ ભરેલા કેરબા મળી આવ્યા હતાં. તેમજ દારૂ ગાળવાનો વોશ મળી આવ્યો હતો.
ગ્રામજનોએ જનતા રેડ કરીને બગોદરા પોલીસનાં ધજીયા ઉડાડી દીધા છે.ગ્રામજનોએ જણાવ્યું હતું કે અમે અનેકવાર પોલીસમાં રજુઆત કરી હતી છંતા પોલીસની મીલીભગત હોવાથી કોઈ કાર્યવાહી નહીં કરતાં અમે આ ચોથીવાર જનતા રેડ કરી છે. ગ્રામજનોએ જનતા રેડ કર્યાનો વિડીયો વાયરલ થતાં અને સમાચાર મળતાં જ બગોદરા પોલીસમાં દોડધામ મચી ગઈ હતી.
અને બગોદરા પોલીસે ગામમાં આવીને બુટલેગર છનાભાઇ નાનુભાઈ ૫ગીનાં અડ્ડા ઉપર દરોડો પાડીને દેશી દારૂ ગાળવાનો 400 લીટર વોશ ઝડપી લઇ તેનો નાશ કરીને તેની ઉપર ફરીયાદ નોંધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ ગ્રામજનોએ જણાવ્યું હતું કે બગોદરા પંથકમાં નિલિપ્ત રાયની વિજીલન્સ ટીમે દરોડા પાડે તેવી માંગણી ઉઠવા પામી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.