મામલતદારને આવેદન:બાવળા નગરમાં ગેરકાયદે રીતે થતું સેલ્ફોસનું વેચાણ રોકવા રેલી યોજી

બાવળા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મામલતદારને આવેદન, અઠવાડિયામાં 3 યુવાને આ દવા પી આપઘાત કર્યો

બાવળા શહેરમાં ગેરકાયદેસર રીતે સેલ્ફોસ (જીવલેણ દવા) નું વેચાણ વધી જવા પામ્યું છે. થોડા સમયથી બાવળા શહેર અને તાલુકામાં સેલ્ફોસ દવાનો ઉપયોગ કરી અમૃત્યુનાં કિસ્સામાં નોંધપાત્ર વધારો થવા પામ્યા છે જે એક ચિંતા જનક વિષય છે. બાવળામાં ગયા અઠવાડીયામાં કુમારશાળા પાછળ આવેલા મજુર કલ્યાણ સોસાયટી વિસ્તારમાંથી 3 યુવાનોએ સેલ્ફોસ પી ને આપધાત કરી લીધો છે.

આ દવા પીવાથી મોટા ભાગનાં લોકો બચી શકતાં નથી. જેથી બાવળા સમસ્ત ઠાકોર સમાજ દ્વારા મજુર કલ્યાણ સોસાયટીમાંથી બેનર અને પ્લેકાર્ડ સાથે મોન રેલી કાઢીને મામલતદાર કચેરી પહોંચીને બાવળા મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું કે સેલ્ફોસનાં વિક્રેતાઓ ઉપર કડક વલણ લાવવામાં આવે અને આ પરવાના ધારકને એક કાયદેસરની સુચી તૈયાર કરવામાં આવે અને તેમની પાસે એક નિભાવ ૨જિસ્ટાર ફરજીયાત બનાવામાં આવે.

જેથી તેમની પાસેથી સેલ્ફોસ ખરીદનારનાં આધાર પુરાવા ફરજીયાત બનાવવામાં આવે અને તેનાં પરીવારજનનો સંપર્ક નંબર નોંધવાનું કાયમી રીતે એક ચોક્કસ પ્રકારની ગાઇડલાઈન બનાવવામાં આવે. કારણ કે છેલ્લા એક માસમાં સેલ્ફોસનો લેવાથી નવ યુવાનોએ પોતાનું જીવન ટુંકાવ્યાના ઘણા કિસ્સાઓ બન્યા છે. જેથી આ વિષય ગંભીર છે. માટે સેલ્ફોસનાં વિક્રેતાઓની તાત્કાલીક અસરથી તેઓની યાદી તૈયાર કરી તેઓને એક પ્રકારની ચોક્કસ સુચનાં આપવામાં આવે.

જેથી દેશનું યુવાધન આવતી કાલનું ભવિષ્ય છે અને આ યુવાનો આવી રીતે બરબાદ થતું હોય તો તેને રોકવુ જરૂરી છે.માટે સેલ્ફોસનું વેચાણ, વિતરણ , સંગ્રહ અંગેની જાણકારી તંત્ર પાસે હોવી જરૂરી છે.આ પ્રસંગે ઠાકોર સમાજનાં આગેવાનો, યુવાનો, મહીલાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં.

3 યુવકનો આપઘાત
લાલજીભાઈ ઉર્ફે અર્જુન દશરથભાઈ ઠાકોરે રત્રાસથી કંટાળી જઈને લાલજીએ સેલ્ફોસ નામની ઝેરી દવા પી લેતાં મોત થવા પામ્યું હતું. જયારે જયેશ અમથાજી ઠાકોર અને વિનોદ મનુજી ઠાકોરે શારીરીક તકલીફથી કંટાળીને સેલ્ફોસ દવા પી લેતાં મોત થયું હતું.

અન્ય સમાચારો પણ છે...