માગ:વિવિધ માગણીઓ મુદ્દે રેલવેના લોકો પાઈલટનાં ઉપવાસ

બાવળા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રેલવે સ્ટેશન પર સૂત્રોચ્ચાર કરી માગણી પુરી કરવા માગ

રાત્રિ ડ્યૂટી ભથ્થા , રેલ્વેનાં ખાનગીકરણ સહિતનાં જુદા જુદા પ્રશ્નો મુદ્દે રેલ્વેનાં લોકો પાઇલટ અને સહાયક લોકો પાઇલટે ઉપવાસ આંદોલન કર્યું હતું ઓલ ઇન્ડિયા લોકો રનિંગ સ્ટાફ એસોસિએશનની કેન્દ્રીય બેઠકમાં લેવાયેલા નિર્ણય અનુસાર ભારતીય રેલ્વેનાં તમામ ક્રૂ લોબીઓના લોકો પાઇલટ અને સહાયક લોકો પાઇલટે સવારે 8 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી ઉપવાસ આંદોલન કર્યું હતું .

પશ્ચિમ રેલ્વેનાં તમામ ડિવિઝનના લોકો પાઇલટ દ્વારા ઉપવાસ આંદોલન કરી રેલવે સ્ટેશન ઉપર જ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતાં . તેમની મુખ્ય માગણીઓમાં રાત્રિ ડ્યૂટી ભથ્થા લાગુ કરવામાં આવે , લાઈન બોક્સ ચાલુ કરવા , મહિલા રનિંગ સ્ટાફને મૂળભૂત સુવિધા આપવી , રનિંગ રૂમમાં સુવિધાઓની ખામી , ખાનગીકરણ બંધ કરવાની રહી હતી.આ ઉપવાસ આંદોલન અમદાવાદ એકીકૃત ક્રૂ લોબીએ પણ કર્યું હતું તેમ ઓલ ઇન્ડીયા લોકો રનીંગ સ્ટાફ એસોસીએશન અમદાવાદનાં અધ્યક્ષ વિષ્ણુભાઈ થોરીયાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...