કાર્યવાહી:કોચરિયા રોડ પર રૂમમાંથી દારૂની 26 બોટલ ઝડપાઇ, પોલીસે 1 બુટલેગરને ઝડપી લીધો

બાવળાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

બાવળા પોલીસ પેટ્રોંલીંગ કરી રહી હતી ત્યારે બાતમી મળી હતી કે બાવળા તાલુકાનાં રામનગર - કોચરીયા રોડ ઉપર આવેલી એપોલો કંપની સામે આવેલી ૨ધુભાઇ પઠાણની ઓરડીમાં વિદેશીદારૂનો મોટો જથ્થો રાખીને કોચરીયા ગામમાં રહેતો સરફરાજખાન જમીયતખાન ઉર્ફે ૨ધુભાઇ પઠાણ વિદેશી ઘરૂનું વેચાણ કરે છે. જે બાતમીનાં આધારે બાવળા પોલીસે દરોડો પાડીને ઓરડીમાંથી વિદેશી દારૂની 26 બોટલો મળી આવી હતી.જેથી પોલીસે 13000 રૂપીયાનો વિદેશી દારૂ કબ્જે કરીને ૨ધુભાઇ પઠાણને પકડી પાડીને તેની પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે આ વિદેશી દારૂનો જથ્થો બાવળામાં રહેતાં બુટલેગર ચીરાગ કિશનભાઇ ઠાકોરે મને એક મહીનાનાં 2000 રૂપીયા આપીને સંતાડવા આપ્યો હતો.જેથી પોલીસે રધુભાઈને જેલના સળીયા પાછળ ધકેલી દઈને ચીરાગ ઠાકોરને વોન્ટેડ જાહેર કરીને બંને વિરૂધ્ય પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ચીરાગ ઠાકોરનો એક જ મહીનામાં ત્રણ જગ્યાએથી વિદેશી દારૂનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે.પરંતુ તેને પકડવામાં પોલીસ ફીફા ખાંડી રહી છે.તેને દરેક વખતે વોન્ટેડ જાહેર કરે છે, તેનો માલ પણ પકડે છે પણ તેને કેમ પોલીસ પકડી શકતી નથી ?તે પ્રશ્ન ઉભો થાય છે.

અન્ય સમાચારો પણ છે...