બાવળા તાલુકાનાં વાસણા-નાનોદરા ગામમાંથી બાતમીનાં આધારે હારજીતનું તીનપત્તીનું જુગટું રમતાં 8 જુગારીઓને કેરાળા જીઆઇ.ડી.સી.પોલીસે પકડી લીધા હતાં.તેમની પાસેથી મળી આવેલા 10980 રૂપીયા જપ્ત કરીને પકડાયેલા જુગારીઓને જેલનાં સળીયા પાછળ ધકેલી દઈને જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
કેરાળા જી.આઇ.ડી.સી.પોલીસ પેટ્રોલીંગ કરી રહી હતી ત્યારે બાતમી મળી હતી કે વાસણા- નાનોદરામાં આવેલા મુખીવાસમાં ખુલ્લી જગ્યામાં કેટલાક જુગારીઓ હારજીતનો જુગાર રમી રહ્યા છે.જે બાતમીનાં આધારે પોલીસે બાતમી મુજબની જગ્યાએ દરોડો પાડતાં કેટલાંક જુગારીઓ ગોળ કુંડાલું વળીને તીનપત્તીનો હારજીતનો જુગાર રમી રહ્યા હતાં.
જેથી પોલીસે કોર્ડન કરીને જુગટું રમતાં 8 જુગારીઓને ઝડપી લઇને તેમની પાસેથી મળેલા 6980 રૂપીયા તથા દાવ ઉપરથી મળેલા 4000 રૂપીયા મળી કુલ 10980 રૂપીયા મળી આવતાં તેને જપ્ત કરીને પકડાયેલા જુગારીઓને જેલનાં સળીયા પાછળ ધકેલી દઇને જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પકડાયેલા જુગારીઓમાં જનક ચેલાભાઇ કોળી પટેલ, ગોત્તમ વાડીલાલ કોળી પટેલ, પ્રવિણ વિહાભાઇ કોળી પટેલ, શામજી રાયમલભાઇ કોળી પટેલ, ચારેય રહેવાસી, નાનોદરા વાસણા, તા. બાવળા, સંજય બુટાભાઈ કોળી પટેલ, રમેશ નવઘણભાઇ કોળી પટેલ, ભરત વશરામભાઇ કોળી પટેલ, વાલુ મનજીભાઇ કોળી પટેલનો સમાવેશ થાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.