જુગાર:બાવળા તાલુકાના રજોડામાંથી 8 જુગારીને પોલીસે ઝડપી લીધા

બાવળા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જુગારીઓ ભાગવા જતાં કોર્ડન કરીને પોલીસે પકડી પાડ્યા

બાવળા પોલીસે બાતમી આધારે બાવળા તાલુકાનાં ૨જોડા ગામમાં ખુલ્લામાં જુગાર રમતાં 8 જુગારીઓને પકડી કાર્યવાહી હાથ ધરી છે.

બાવળા પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે તેમને બાતમી મળી હતી કે રજોડા ગામમાં જવાના રસ્તા ઉપર ખુલ્લામાં કેટલાક જુગારીઓ તીનપત્તીનો હારજીતનો જુગાર રમી રહ્યા છે. દરોડો પાડતાં ખુલ્લામાં કેટલાક જુગારીઓ ગોળ કુંડાળું વળીને જુગાર રમતાં હતાં. પોલીસને જોઇને જુગારીઓ નાસવા જતાં પોલીસે કોર્ડન કરીને 8 જુગારીઓને પકડી પાડીને તેમની પાસેથી કુલ 6030 રૂપીયા જપ્ત કર્યા હતા.પકડાયેલા જુગારીઓમાં મયુરસિહ વિષ્ણુભાઈ ગોહિલ, અલ્પેશસિંહ ગોવિંદભાઈ ઉર્ફ જેકાભાઇ ચાવડા, સુરેશભાઇ ગોવિદભાઈ ચાવડા, પીન્ટુ લક્ષ્મણભાઇ ઠાકોર, અઝરૂદીન અજીતમીંયા ચોહાણ, દિવાનભાઇ અજીતભાઇ રાવળ, સંજયભાઈ ઠાકોર, જયરાજસિંહ જગદિશસિંહ સોલંકીનો સમાવેશ થાય છે.