તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:બાવળાના ધરજીમાંથી 6 જુગારીને પોલીસે ઝડપ્યા, મોબાઇલ સહિત 15 હજારનો મુદ્દામાલ જપ્ત

બાવળાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

બાવળા પોલીસ પેટ્રોલીંગ કરી રહી હતી ત્યારે તેમને બાતમી મળી હતી કે ધરજી ગામમાં રહેતાં ભલાભાઇ ગોવિદભાઇ પટારનાં મકાન આગળ ખુલ્લા ચોકમાં હારજીતનો મોટો જુગાર રમાઇ રહ્યો છે. જેથી પોલીસે બાતમી મુજબની જગ્યાએ દરોડો પાડતાં કેટલાક લોકો ગોળ કુંડાલું વળીને હારજીતનો જુગાર રમી ૨હ્યા હતા. જેથી પોલીસે કોર્ડન કરીને 6 જુગારીઓને પકડી લીધા હતાં. પોલીસે પકડી લીધેલા જુગારીઓ પાસેથી 14120 રૂપીયા રોકડા અને દાવ ઉપરથી 1170 રૂપીયા મળી મોબાઇલ મળી કુલ 15290 રૂપીયાનો મુદામાલ જપ્ત કરીને પકડાયેલા જુગારીઓને જેલના સળીયા પાછળ ધકેલી દઈને જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલમાં પ્રત્યેક નાનામાં નાની વ્યક્તિ પાસે મોબાઇલ તો હોય જ છે. પરંતુ પોલીસે જુગારીઓ પાસેથી એક પણ મોબાઈલ જપ્ત કર્યો નથી. જેથી પોલીસે સેટીંગ કર્યાની શંકા ઉપજાવે છે.

પકડાયેલા જુગારીઓમાં ભલા ગોવિંદભાઇ પઢા૨ ( દુર્ગી,તા.બાવળા),અર્પિત કરમશીભાઇ સોલંકી (ભુરખી, તા. ધોળકા), રણજીત ધીરૂભાઇ મેર (ધોળી કમાલપુર, તા. ધંધુકા), વશરામ દિલુભાઇ પટેલ (દેવડથલ, તા. બાવળા), જીલુ વશરામભાઇ કોળી પટેલ ( દેવડથલ, તા. બાવળા), અરજણ રૂપાભાઇ કોળી પટેલ (દેવડથલ, તા. બાવળા)નો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...