તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરીની કબૂલાત:આદરોડા ફાર્મ હાઉસમાં થયેલી ચોરીના 3 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા

બાવળા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
આદરોડા ફાર્મ હાઉસમાં ચોરી કરનાર 3 આરોપીઓને પોલીસે ઝડપી લીધા. - Divya Bhaskar
આદરોડા ફાર્મ હાઉસમાં ચોરી કરનાર 3 આરોપીઓને પોલીસે ઝડપી લીધા.
  • રૂ. 50,000નું એલ.ઇ.ડી. ટી.વી. જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી
  • સાંકોડ પાસે બેંકના ફિલ્ડ ઓફિસરને લૂંટી લેનારા 5 આરોપીઓને ઝડપી તેમનું પૂછપરછ કરતાં તેમાંથી 2 શખ્સે આદરોડા ફાર્મ હાઉસમાં ચોરીની કબૂલાત કરી હતી

બાવળા તાલુકાનાં સાંકોડ પાસે બેંકના ફિલ્ડ ઓફિસરને લૂંટી લેનાર 5 આરોપીઓને બાવળા પોલીસે પકડી લીધા હતાં. વધુ પૂછપરછ કરતાં તેમાંથી 2 લુંટારૂએ એક બીજા ચોરે સાથે મળીને આદરોડા ગામનાં ફાર્મ હાઉસમાં થયેલી ચોરી કર્યાની કબૂલાત કરતાં બાવળા પોલીસે ત્રણેયને પકડી લઇ ચોરીનો મુદ્દામાલ કબ્જે કરીને જેલ હવાલે કરીને ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી દીધો છે.

બાવળા તાલુકાનાં આદરોડા ગામમાં રહેતાં મુલુભા લક્ષ્મણભાઇ પઢેરિયાનાં ગુરૂકૃપા ફાર્મ હાઉસમાં 15 દિવસ પહેલા રાત્રે કોઈ ચોરોએ ત્રાટકીને સી.સી.ટી.વી.કેમેરાની તોડફોડ કરી દરવાજાનાં તાળા તોડી અંદર પ્રવેશ કરીને 56 ઇંચની LED ટી.વી., પેડલ પંખા, ઇલેક્ટ્રિકનો પરચુરણ સામાનની ચોરી કરીને નાસી છૂટયાં હતાં. જેથી તેમણે બાવળા પોલીસમાં ચોરી થયાની ફરીયાદ નોંધાવતાં બાવળા પોલીસે ચોરીનો ગુનો નોંધ્યો હતો.

બાવળા શહેર અને તાલુકામાં ચોરી અને લુંટનો બનાવો વધતાં અમદાવાદ રેન્જ આઇ.જી.પી. વી.ચંદ્રશેખર અને જિલ્લા પોલીસ અધિક્ષક વિરેન્દ્રસિંહ યાદવે ચોરોને શોધી કાઢવા પરિણામલક્ષી કામગીરી કરવા ધોળકા ડી.વાય.એસ.પી. રીના રાઠવાને સૂચના આપી હતી. જે સૂચના આધારે બાવળા પી.આઈ. આર.ડી.સગરે અલગ અલગ ટીમો બનાવી ચોરોને પકડવા કામે લાગ્યા હતાં. ત્યારે બાવળા પોલીસે સાંકોડ પાસે બેંક ફિલ્ડ ઓફિસરને છરી બતાવીને દોઢ લાખ રૂપિયાની લૂંટ કરનાર 5 લુંટારૂંઓને પકડી લીધા હતાં.

અને તેમને આગવી ઢબે પૂછપરછ કરતાં તેમાંથી કવા ઉર્ફે ગવો નાનુભાઇ ચૌહાણ (કોળી પટેલ પટેલ) અને અરવિંદ ઊજાભાઇ મકવાણા (કોળી પટેલ ), બંને રહેવાસી, વાસણા ઢેઢાળએ કબૂલાત કરી હતી કે અમે બચુ સુરાભાઈ દેવીપુજક, (રહે. કોદાળિયા, તા.સાણંદ)એ સાથે મળીને આદરોડાનાં ગુરુકપા ફાર્મ હાઉસમાં ચોરી કરી હતી. અને જેથી બાવળા પોલીસે બાતમીનાં આધારે બચુ દેવીપૂજકને ઘરેથી પકડી પાડીને રૂપિયા 50,000નું એલ.ઇ.ડી. ટી.વી.જપ્ત કરીને સળિયા પાછળ ધકેલી દઈને બીજી ક્યાં-ક્યાં અને કેટલી ચોરીઓ કરી છે તેની તપાસ કરી રહી છે. આ બનાવમાં વધુ ચોરીઓનો પર્દાફાસ થાય તેમ પોલીસને અનુમાન છે.

અન્ય સમાચારો પણ છે...