તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બાવળા પોલીસે બાતમીનાં આધારે ધોળકા રોડ ઉપર આવેલા જુવાલ રૂપાવટી રેલ્વે ફાટક પાસે ખુલ્લામાં જુગાર રમતાં પાંચ જુગારીઓને જુગાર રમતાં ઝડપી લીધા હતાં.પોલીસે તેમની પાસેથી 25,500 રૂપીયા રોકડા જપ્ત કરીને જેલના સળીયા પાછળ ધકેલી દઇને જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જિલ્લા પોલીસ વડા વિરેન્દ્રસિંગ યાદવે જિલ્લાનાં પોલીસ અધિકારીઓને સૂચના આપી હતી. આ સૂચનાને આધારે ધોળકાનાં નાયબ પોલીસ અધિક્ષક રીના રાઠવાના માર્ગદર્શનથી બાવળાનાં પી.આઇ. આર.ડી.સગરે બાવળા પોલીસને આ બાબતે કામગીરી કરવાની સૂચના આપી હતી. જેથી કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિહ, મેરૂભા, અશોકસિહ, જયવીરસિંહ, કીરીટસિહ, રાજેન્દ્રસિંહ, અજીતદાન પેટ્રોલીંગ કરી રહ્યા હતાં ત્યારે સાલજડા ગામ નજીક પહોંચતા મેરૂભાને બાતમી મળી હતી કે જુવાલ રૂપાવટી રેલ્વે ફાટક પાસે ખુલ્લામાં કેટલાક લોકો જુગાર રમી રહ્યા છે.જે બાતમી આધારે બાતમી મુજબની જગ્યાએ દરોડો પાડતાં જુગારીઓ ગોળ કુંડાલું વળીને જુગાર રમી રહ્યા હતાં.જેથી પોલીસે કોર્ડન કરીને 5 જુગારીઓને ઝડપી લઇને તેમની પાસેથી 25,500 રૂપીયા રોકડા જપ્ત કરીને જેલના સળીયા પાછળ ધકેલી દઇને જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલા જુગારીઓમાં અજીત ધનશ્યામભાઇ દેવીપુજક (બગોદરા નળસરોવર રોડ), નાનુ બચુભાઇ દેવીપુજક (ધોળકા), કુન્દન ચંદુભાઇ દેવીપુજક (ધોળકા), અજય રમણભાઇ દેવીપુજક (ધોળકા), અર્જુન રમણભાઇ દેવીપુજક ( ધોળકા)નો સમાવેશ થાય છે.
પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.