કાર્યવાહી:બાવળામાં નશાકારક કફ સીરપ વેચતા 2 આરોપીને પોલીસે જેલમાં ધકેલ્યા

બાવળા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અગાઉ સજા થયા બાદ જામીન પર છૂટીને ફરીથી નશાકારક દ્રવ્ય વેચવાનો વેપલો શરૂ કરી દેતાં એસઓજીની કાર્યવાહી

બાવળા તાલુકાનાં ચીયાડાનો એક અને બાવળા શહેરનાં એક આરોપી પાસેથી સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડો પાડી નશાકારક કફ સીરપની કુલ 4942 બોટલો પકડી પાડી જેલમાં મોકલી આપીને તેમની વિરૂદ્ધ એન.ડી.પી.એસ.નો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બંને આરોપીઓએ જામીન ઉપર છૂટીને ફરીથી આ પ્રવૃત્તીઓ ચાલુ રાખતાં એસ.ઓ.જી.શાખાએ બંનેને પકડી લઇને એક ને સુરતની અને એક ને વડોદરાની જેલમાં મોકલ્યા છે.

તા.2/9/20 નાં રોજ સ્ટેટ મોનીટરીંગ સેલનાં કોન્સ્ટેબલ મહેન્દ્રસિહ સોલંકીની બાતમી આધારે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે બાવળા તાલુકાનાં ચીયાડા ગામમાં રહેતાં કિરણસિંહ જીતેન્દ્રસિંહ ચૌહાણે બાવળામાં ઢેઢlળ ચોકડી પાસે ભાડે રાખેલા ગોડાઉનમાંથી 1,28,935 રૂપીયાની 1169 કફ સીરપની બોટલ સાથે તેને પકડી લીધો હતો.અને એ જ દિવસે બાવળામાં આવેલી અલકાપુરી સોસાયટીમાં રહેતાં મિહીર સુરેશચંન્દ્ર પટેલનાં ઘરમાંથી 4,44,220 રૂપીયાની 3773 કફસીરપની બોટલ સાથે પકડી લીધા હતાં.

આમ બંને પાસેથી 10,500 રૂપીયાનાં 3 મોબાઇલ મળી કુલ 5,83,655 રૂપીયાનો મુદામાલ કબ્જે કરીને બંન્ને વિરૂદ્ધ એન.ડી.પી.એસ.નો ગુનો નોંધી જેલ ભેગા કરીને કાર્યવાહી હાથ ધરી હતી.NDPSના ગુનાના આરોપીઓ મિહીર સુરેશચંન્દ્ર પટેલ, (બાવળા) અને કિરણસિંહ જીતેન્દ્રસિંહ ચૌહાણ, (બાવળા)ની વિરૂધ્ધમાં દરખાસ્ત તૈયાર કરીને વોરંટની બજવણી કરી તેમની અટકાયત કરીને મિહીરને સુરત ખાતે અને કિરણસિંહ ચૌહાણને વડોદરા મોકલી અપાયા છે.

અન્ય સમાચારો પણ છે...