ધરપકડ:બાવળાનાં ધનવાડા ગામમાં થયેલી હત્યાનો આરોપીને પોલીસે ઝડપ્યો

બાવળાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તા.12 સપ્ટેમ્બરના રોજ બે યુવકો વચ્ચે કોણ બળવાન બાબતે બોલાચાલી થયા બાદ છરી મારતા એક યુવાનનું મોત થયું હતું

બાવળા તાલુકાનાં ધનવાડા ગામમાં અઠવાડીયા પહેલા કોઇ કારણસર બે યુવાનો વચ્ચે બોલાચાલી કરી જ્ઞાતિ વિરૂદ્ધનાં શબ્દો બોલીને આપણે ઝગડો કરી જ લેવો છે તેમ કહી યુવાને ગળાના ભાગે છરીના ઘા મારતાં ગંભીર ઇજા થતાં સારવાર મળે તે પહેલા યુવાનનું મોત થવા પામ્યું હતું.જેથી બાવળા પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યારાને પકડી લેવા ચક્રો ગતિમાન કરતાં હત્યારાને દાહોદનાં સંતરામપુરથી પકડી લઈ જેલ હવાલે કર્યો હતો.

બાવળા તાલુકાનાં ધનવાડા ગામમાં 12 મી સપ્ટેમ્બરનાં રોજ સાંજના ગામની તળાવની પાળ પાસે સ્મશાન સામે બે યુવાનો વચ્ચે જ્ઞાતિ વિરૂદ્ધ શબ્દો બોલતાં બોલાચાલી કરીને ઝઘડો કરીને આજે જોઈ લઈએ કે કોણ બળવાન છે તેમ કહીને આરોપી નવઘણભાઇ ઝબાભાઇ દેવીપુજકે (રહેવાસી,ધનવાડા તા.બાવળા)એ પ્રતા૫ભાઇ ભીમાભાઇ કોળી પટેલને તીક્ષ્ણ હથિયાર વડે ગળાના ભાગે ઘા મારી મોત નિપજાવી ભાગી ગયો હતો.જેથી મરણ જનારનાં ભાઇએ બાવળા પોલીસમાં હત્યાની ફરીયાદ નોંધાવતાં બાવળા પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યારાને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતાં.

ધોળકા નાયબ પોલીસ અધિક્ષક રીના રાઠવા ધોળકાના સતત માર્ગદર્શન હેઠળ અંજામ આપનાર આરોપીને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. આરોપી અગાઉ કડીયા કામની મજુરી કરતા વ્યકિતનાં ગામે દાહોદ સંતરામપુર તરફ ભાગી ગયો હોવાની ચોકકસ બાતમીનાં આધારે બાવળા પી.આઇ. આર.ડી.સગર, એ.એસ.આઇ. પ્રવીણભાઇ, કોન્સ્ટેબલ પ્રવિણસિંહ, ધર્મેન્દ્રસિંહ, મેરૂભા, અશોકસિંહ, જયવીરસિંહ, કિરીટસિંહ, જયવંતભાઇ વગેરે એ સંતરામપુર જઇને બાતમી મુજબની જગ્યાએથી આરોપીને દબોચી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...