જુગાર:બાવળામાંથી જુગાર રમતાં 7 જુગારીને પોલીસે ઝડપ્યા

બાવળા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રૂ.11300નો મુદ્દામાલ કબજે લેવાયો

બાવળા શહેર અને તાલુકામાં દારૂ અને જુગારની ગેરકાયદેસરની પ્રવૃત્તી સદંતર નેસ્તનાબૂદ કરવા માટે બાવળા પોલીસે જુગાર ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું.બાવળા પોલીસ ઇન્સ્પેકટર આર.ડી.સગર પોલીસ સ્ટાફ નાઇટ પેટ્રોલીંગ કરી રહી હતી. ત્યારે બાતમી મળી હતી કે બાવળામાં આવેલી કન્યાશાળાની સામેનાં ખાંચામાં કેટલાક જુગારીઓ ગોળ કુડાલું વળીને ઇલેક્ટ્રીક લાઇટનાં થાંભલાના અજવાળામાં હારજીતનો જુગાર રમી રહ્યા છે. જે બાતમીનાં આધારે બાવળા પોલીસે બાતમી મુજબની જગ્યાએ દરોડો પાડતાં કેટલાક જુગારીઓ જુગાર રમી રહ્યા હતાં.

જેથી પોલીસે કોર્ડન કરીને 7 જુગારીઓને ઝડપી લઇને તેમની પાસેથી 11,300 રૂપીયા મળી આવતાં તે જપ્ત કરીને જુગારીઓને જેલના સળીયા પાછળ ધકેલી દઇને જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પકડાયેલા જુગારીઓમાં સેમુદીન અબ્દુલમુનીર મણીહાર (રખીયાલ,અમદાવાદ), પ્રદિપભાઇ રાજારામભાઈ કામણકર, મરાઠી (દરીયાપુર ,અમદાવાદ ) ભુપેન્દ્રકુમાર રતિલાલ ચૌહાણ (સાણંદ ), વિક્રમભાઇ ગોવિંદભાઇ કંથારીયા ( મણીનગર , અમદાવાદ ), રાજેશભાઇ શાંતિલાલ શાહ ( મેમનગર રોડ , અમદાવાદ ),મુરતાક બાબુભાઇ મનસુરી ( ગોમતીપુર , અમદાવાદ ), નિઝામુદ્દીન મયુદીન શેખ ( સોનીનીચાલી , અમદાવાદ ) નો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...