તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વીડિયો વાઈરલ:અમદાવાદમાં વેબ સીરિઝ મિર્ઝાપુરના ડાયલોગ સાથે તલવાર લઈને વીડિયો બનાવ્યો, પોલીસે બે યુવકની ધરપકડ કરી

અમદાવાદ2 મહિનો પહેલા
પોલીસે જુહાપુરામાંથી સફ્ફાન ભાટી તેમજ બાદશાહ ખાન નામનાં યુવકને ફતેવાડીમાં તેના ઘરેથી તલવાર સાથે ઝડપી પાડ્યા

લોકડાઉન સમયથી વેબ સીરિઝ ખૂબ જ ચાલી રહી છે. જેને કારણે યુવાઓ વેબ સીરિઝના રવાડે ચઢી વીડિયો બનાવતા જોવા મળે છે. અમદાવાદના જુહાપુરામાં રહેતા સફ્ફાન ભાટીએ અન્ય યુવકો સાથે મળી વેબ સીરિઝ મિર્ઝાપુરના ડાયલોગ સાથે તલવાર લઈને વીડિયો બનાવ્યો છે. થોડા દિવસો પહેલા આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યો હતો. આ વીડિયો મામલે વેજલપુર પોલીસે તલવાર સાથે દેખાતા બન્ને શખ્સોની ધરપકડ કરી છે.

બે યુવકો હાથમાં તલવાર લઈને વીડિયો બનાવડાવતા જોવા મળ્યા અમદાવાદમાં થોડા દિવસો પહેલા સોશિયલ મીડિયામાં બે વીડિયો વાઈરલ થયા હતા, જેમાંથી એક વીડિયોમાં હાઈવે પર જતી કારમાં તલવાર સાથે સફ્ફાન ભાટી નામનો શખ્સ દેખાતો હતો. જ્યારે બીજા વીડિયોમાં અનેક લોકો એક જગ્યાએ એકઠા થયા હતા. જેમાં જાણીતી વેબ સીરીઝ મિર્ઝાપુરના ડાયલોગનો ઓડિયો પણ મુકવામાં આવ્યો છે. જેમાં જોનપુરકા કંટ્રોલ લેંગે, લે કે જાયેંગે તેવા ઓડિયો સાથે અનેક યુવકો વચ્ચે ઉભેલા બે યુવકો હાથમાં તલવાર લઈને વીડિયો બનાવડાવતા જોવા મળ્યા હતા.

બીજા વીડિયોમાં એક જગ્યાએ એકઠા થયેલા યુવકો.
બીજા વીડિયોમાં એક જગ્યાએ એકઠા થયેલા યુવકો.

સફ્ફાન ભાટી અને બાદશાહ ખાને તલવાર લઈને વીડિયો બનાવ્યો આ મામલે વેજલપુર પોલીસે વાઈરલ વિડિયોના આધારે તપાસ હાથ ધરી જુહાપુરામાંથી સફ્ફાન ભાટી તેમજ બાદશાહ ખાન નામનાં યુવકને ફતેવાડીમાં તેના ઘરેથી તલવાર સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસ પૂછપરછમાં સામે આવ્યુ કે વીડિયોમાં દેખાતા યુવકો ક્રિકેટ રમવા માટે બહાર ગયા હતા. તે સમયે સફ્ફાન ભાટી અને બાદશાહ ખાને હાથમાં તલવાર લઈને વીડિયો બનાવ્યો હતો.. જેથી પોલીસે આ બન્ને યુવકોની ધરપકડ કરી છે અને હવે જે સ્થળે આ વીડિયો બનાવવામાં આવ્યો છે. તે વિસ્તારનાં પોલીસ સ્ટેશનમાં પણ આ બન્ને ઈસમો સામે જાહેરનામાં ભંગની ફરિયાદ નોંધાવવાની વેજલપુર પોલીસે તજવીજ હાથ ધરી છે.

ધરપકડ બાદ પોલીસ સાથે સફ્ફાન ભાટી અને બાદશાહ ખાન
ધરપકડ બાદ પોલીસ સાથે સફ્ફાન ભાટી અને બાદશાહ ખાન

ઉલ્લેખનીય છે કે શહેરમાં અનેક યુવાનો તલવાર સાથે લોકોમાં ધોંસ જમાવવા માટે આ પ્રકારે વીડિયો બનાવતા હોય છે. થોડા દિવસો અગાઉ જ પહેલા હાથમા બંદૂક સાથે જુહાપુરાનાં ડોન અમીન મારવાડીએ પણ વિડિઓ વાયરલ કરતા તેની પણ ધરપકડ કરાઈ હતી ત્યારે આ કેસમાં વીડિયોમાં દેખાતા અન્ય યુવકો સામે પણ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો