વિવાદ:બાવળાના ચિયાડા ગામમાં ‘બીજાના ઘરનો વહીવટ કેમ કરે છે’ તેમ કહી પાઇપ મારી પગ તોડી નાખ્યો

બાવળા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચિયાડ ગામના વતની અને ધોળકાના રહીશ વતનના મકાનનું સમારકામ કરાવતા હતા
  • ‘ચંદ્રિકાબહેનના ઘરે જતો નહીં, મજા નહીં આવે’ તેમ કહી માર મારી હવે ફરી ગામમાં પાછો આવ્યો તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપતાં ફરિયાદ : બાવળા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી

બાવળા તાલુકાનાં ચિયાડા ગામમાં ત્રણ વ્યકિતએ આવીને તું બીજાનાં ઘરનો વહીવટ કેમ કરે છે તેમ કહી લોખંડની પાઈપ મારીને પગે ફેકચર કરી નાંખીને ગાળો બોલી ગડદા પાટું મારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતાં બાવળા પોલીસનાં ફરિયાદ નોંધાવતાં બાવળા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બાવળા તાલુકાનાં ચિયાડા ગામનાં વતની જગદિશભાઇ ભવાનભાઇ ચૌહાણ ધોળકામાં રહે છે. તેઓ ચિયાડા ગામમાં મકાનનું સમારકામ કરાવતાં હતાં ત્યારે તેમનાં કુટુંબના જયદિપભાઇ માનુભાઇ લોખંડની પાઇપ લઇને આવીને કહેવા લાગ્યા કે તમે ચંદ્રીકાબેનના ઘરે કેમ અવાર- નવાર આવ જાવ કરો છો અને તેના ઘરનો વહીવટ કેમ કરો છો.

તું ચંદ્રીક્રાબેનના ઘરે જતો નહી નહીતર મજા નહી આવે અને તેના ઘરનો વહીવટ કરવાનું છોડી દે તેમ કહી ગાળો બોલીને કહેવા લાગ્યા કે તું ગામ મુકીને જતો રહે નહીતર તને પૂરો કરી નાખીશ.આ સમયે તેમનું ઉપરાણું લઈને તેમના ભાઇ રાજેશભાઇ વિનાભાઇ અને ભુરાભાઇ વિનાભાઇ ચૌહાણે આવીને કહેવા લાગ્યા કે આ ગામમાં આવીશ તો તારા ટાંટીયા ભાગી નાખીશું તેમ કહી જેમ ફાવે તેમ ગાળો બોલવા લાગ્યા હતાં.તેમને ગાળો બોલવાની ના પાડતા જયદિપભાઇ એકદમ ઉશકેરાઈ જઈને લોખંડની પાઇપ પગમાં મારતાં તે નીચે પડી ગયા હતાં. જેથી રાજેશભાઇ અને ભુરાભાઇએ ગડદા પાટુનો માર મારવા લાગ્યા હતાં. જેથી તે ઉભો થઇ ત્યાંથી ભાંગવા લાગ્યા હતાં.

અને તે ત્રણેય પાછળ પાછળ આવીને ધમકી આપી હતી કે આ વખતે તું બચી ગયો છે હવે પછી ગામમાં આવતો નહીં નહીતર તને જાનથી મારી નાખીશું.અને તેમણે દવાખાને પગમાં ફેકચર થતાં સારવાર કરાવીને બાવળા પોલીસમાં ત્રણેય વિરૂદ્ધ મારામારી અને જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની ફરીયાદ નોંધાવતાં બાવળા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, ચિયાડા ગામના વતની જગદીશભાઇ પોતાના મકાનનું સમારકામ કરાવવા માટે ગામમાં આવ્યા હતા. ત્યારે તેઓના કુટુંબના જ સગાએ તેમના પર શંકા રાખી જેમ તેમ બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવને લઇ સમગ્ર ગામમાં ચકચાર મચી ગઇ છે. હુમલાના બનાવ અંગે જગદીશભાઇએ બાવળા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. બનાવને પગલે ચકચાર મચી છે.

અન્ય સમાચારો પણ છે...