મામલતદારને આવેદનપત્ર:બાવળામાં મટનની દુકાનો શ્રાવણમાં બંધ રાખવા આવેદન, આગામી દિવસોમાં પવિત્ર શ્રાવણ માસ શરૂ થશે

બાવળા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
{બાવળામાં મટનની દુકાનો શ્રાવણમાં બંધ રાખવા આવેદનપત્ર - Divya Bhaskar
{બાવળામાં મટનની દુકાનો શ્રાવણમાં બંધ રાખવા આવેદનપત્ર
  • હિન્દુવાદી સંગઠનોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું

બાવળા શહેરમાં જાહેરમાં ચાલતી માંસ મટનની દુકાનો હિન્દુઓનું પવિત્ર શ્રાવણ માસમાં બંધ રખાવવા માટે હિન્દુવાદી સંગઠનોએ બાવળાનાં મામલતદાર ચંદ્રકાંતભાઈ સુતરીયાને આવેદનપત્ર આપ્યું હતુંં આગામી દિવસોમાં હિન્દુઓનોં પવિત્ર શ્રાવણ માસ અને જૈનોનાં પર્યષણ પર્વ શરૂ થશે ત્યારે આવી જાહેરમાર્ગ ઉપર ચાલતી માસ મટનની દુકાનોથી લોકોની ધાર્મીક લાગણીને ઠેસ પહોંચે તેમ છે.

આવા નિર્દાષ જીવની બલી નહીં ચઢવી જોઈએ. આવી દુકાનોમાં જે જાહેરમાર્ગમાં ગેરકાયદેસર ચાલતી હોય તે વ્યાજબી નથી. આવું થવાથી લોકોની આસ્થાને ઠેસ પહોંચે તેમ છે. આ અંગે પરીપત્ર કરીને આવી દુકાનો પવિત્ર તહેવારોમાં બંધ કરાવવામાં આવે તેવી હિન્દુવાદી સંગઠનોએ માંગણી કરી છે.

આ અંગે હિન્દુ યુવાવાહીનીની આગેવાનીમાં AHP, હિન્દુ મહાસભાના કાર્યકરોએ બાવળાનાં ચીફ ઓફિસર, બાવળાનાં પી.આઇ.ને પણ લેખીત જાણ કરીને કાર્યવાહી કરીને આવી દુકાનો બંધ કરાવવામાં આવે તેવી રજૂઆત મુખ્યમંત્રીને સંબોધીને કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...