આવેદનપત્ર:બાવળા મામલતદારને પાટડીના લવ-જેહાદ પ્રકરણે હિન્દુ યુવા વાહિની દ્વારા આવેદનપત્ર

બાવળાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

તાજેતરમાં પાટડી ખાતે વિર્ધમી દ્વારા હિન્દુ યુવતીને ધર્માંતર કરવાની દાનતથી યુવતીને મોહજાળમાં ફસાવી ઉપાડી ગયા હોવાથી સમગ્ર હિન્દુ સમાજમાં રોષની લાગણી ઉભી થવા પામી છે. સરકારે વિધાનસભાના ફલોર પર લવ - જેહાદને રોકવા માટે ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય(સુધારા) બીલ સને 2021 માં જેને લવ - જેહાદ વિરોધી કાયદો ગણવામાં આવ્યો છે.

આમ છતાં પણ વિર્ધમીઓ દ્વારા આ કાયદાનો ડર રાખ્યા વગર તેઓ હિન્દુ યુવતીઓને મોહ જાળમાં ફસાવી રહ્યા છે. જે સમગ્ર હિન્દુ સમાજ માટે એક પ્રકારનો વિર્ધમીઓ પડકાર ફેંકી રહ્યા છે અને હિન્દુ યુવતીઓને ફસાવી રહ્યા છે. ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશમાં આવા કડક કાયદા છે જેને આવા ગુન્હા કર્યા હોય તેને બીનજામીન લાયક ગુના નોંધવામાં આવે છે.

જો આવા બનાવ ઉપર સરકાર નિયત્રંણ નહી લાવે તો ભવિષ્યમાં હિન્દુ સમાજ ઉપર મોટો ખતરો ઉભો થશે. સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીના પ્રકરણમાં તેના પરીવારને તેમની કુમળી દિકરીની ખુબ જ ચિંતા છે અને તેની શોધખોળ માટે આ પરીવાર આમ તેમ ભટકી રહ્યો છે અને આ વિધમી યુવકને ગમે ત્યાંથી શોધીને તે દિકરીનો પતો મેળવી તેના માતા - પિતાને આ દિકરી મળે તે માટે બાવળા મામલતદાર સી.એલ.સુતરીયાને અમદાવાદ જિલ્લા હિન્દુ યુવા વાહિનીના પ્રમુખ અતુલ ઠાકોર, ઠાકોર સમાજનાં યુવા અગ્રણી ચિન્ટુ ઉર્ફે પંકજ ઠાકોર અને કાર્યકર્તાઓએ આવેદનપત્ર આપ્યું હતું

અન્ય સમાચારો પણ છે...