તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:ખેડૂતોના ખેતરમાં હાઇટેન્શન લાઇનનું પૂરું વળતર ચૂકવો

બાવળા8 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • બાવળાની આપ પાર્ટીનું મામલતદારને આવેદન
 • જમીનો પડાવી લેવા માંગતી કંપનીનું કામ ખેડૂતોની મરજી વિરુદ્ધ થતું હોવાથી અટકાવી દેવા માટે રજૂઆત

ગુજરાતનાં 312થી વધુ ગામડાઓમાં ખેડૂતોના ખેતરોમાં પસાર થતી હાઇટેન્શન 765 કેવી વીજળીની લાઇનનું પૂરતું વળતર ચૂકવવામાં આવતું નથી. અને ખેડૂતોની જમીનો સરકારની દાદાગીરીથી પડાવી લેવામાં આવે છે. જેથી સરકાર સામે તીરષ્કાર અને આક્રોશ જોવા મળી રહ્યો છે.

આમ આદમી પાર્ટીનાં પ્રદેશ કિસાન સંગઠન પ્રમુખ રવિ જે. પટેલ દ્વારા ગુજરાતના સાત જિલ્લાઓમાંથી પસાર થતી કચ્છના લકડિયાથી વડોદરાના 312 ગામડાઓમાંથી પસાર થતી 765 KV હાઈ ટેન્શન લાઈનમાં ખેડુતોની જમીનો પડાવી લેવા માંગતી કંપનીનું કામ ખેડૂતોની મરજી વિરૂધ્ધ થતું હોવાથી અટકાવી દેવા માટે રજુઆત કરવા આવી હતી.

જેના ભાગરૂપે આમ આદમી પાર્ટીનાં અમદાવાદ જીલ્લા પ્રમુખ ગિરીશભાઈ એમ . રાવલના માર્ગદર્શન હેઠળ બાવળા મામલતદાર પી.એ.દેસાઇને આ બાબતે નક્કર પગલા લેવા માટે બાવળા આદમી પાટીંના કિસાન પ્રેમી કાયકર્તા જીતુભાઈ ઠક્કર, ભુપતસિંહ ઝાલા, સંજય પટેલ, ધર્મેશ પંચાલ, ધર્મેન્દ્રસિંહ સોલંકી, માતરભાઇ ઠાકર, સહદેવસિંહ સોલંકી, કમલેશ સોલંકી દ્વારા આવેદન અપાયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો