તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:બાવળા તાલુકાનાં સરલા ગામમાં પીવાનું પાણી ભરવા પડાપડી

બાવળા10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ઉનાળાની શરૂઆત થતાં જ પીવાનાં પાણીની બૂમરાણ
 • તંત્ર દ્વારા સત્વરે ‘જો નળ સે જળ યોજના’ અંતર્ગત ગામને આવરી લેવાય તેવી ગામલોકોની માંગણી

ઉનાળાની શરૂઆત થતાં જ પીવાના પાણીની બુમરાડ શરૂ થઈ જવા પામી છે. સરકાર કહે છે કે અમે ઘરે - ઘરે પીવાનું પાણી પહોંચાડયું છે. પરંતુ વાસ્તવિકતા જુદી જ છે. બાવળા તાલુકાના બગોદરા પાસે આવેલા સરલા ગામમાં પીવાનાં પાણીની ઉનાળાની શરૂઆત થતાં જ શરૂ થઈ જવા પામી છે. પાણી પુરવઠા વિભાગ દ્વારા નર્મદાનું પીવાનાં પાણીની પાઇપ લાઇન આપેલી છે.

પરંતુ આખા ગામમાં ફક્ત એક જ પાણીનું સ્ટેન્ડ મુકવામાં આવ્યું છે. ઘરે - ઘરે પીવાના પાણીની લાઇન આપવામાં આવી નથી. જેથી આખા ગામના લોકોને એક જગ્યાએથી પીવાનું પાણી ભરવા માટે આવવું પડે છે. તેમજ ગામમાં પીવાનું પાણી પણ અનિયમિત અને પૂરતા ફોર્સથી આવતું નહીં હોવાથી લોકોને પાણી માટે લાઇનમાં રહેવું પડે છે.

કોઇ દિવસ સવારે તો કોઇ દિવસ સાંજે પાણી આપવામાં આવે છે. પાણી ભરવા માટે માથાકુટ પણ થાય છે. તંત્ર દ્વારા જો નળ સે જળ યોજના અંતર્ગત ગામને આવરી લેવામાં આવે તેવી ગામ લોકોની માંગણી છે. જેથી પાણી ભરવાની માથાકુટમાંથી બહાર નીકળી શકાય.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો