બાવળામાં ધોળકા રોડ ઉપર આવેલી સ્વાગત સોસાયટીમાં લાંબા સમયથી ગટરનાં ગંદા પાણી ભરાય રહેતાં ચોમાસા જેવી પરીસ્થિતિ નિર્માણ થવા પામી છે.
સ્વાગત સોસાયટીનાં રોડ ઉપર અને ખુલ્લી જગ્યામાં ગટરનાં ગંદા પાણી ભરાય રહેવાથી સોસાયટીનાં રહીશોને ગંદા પાણીમાંથી અવર-જવર કરવી પડે છે.લાંબા સમયથી ગટરનાં ગંદા પાણી ભરાય રહ્યા હોવાથી અતિશય દુર્ગધ મારે છે. જેનાં કારણે માંખી - મચ્છરોનો ઉપદ્રવ વધી જવા પામ્યો છે.અને જેનાં કારણે રોગચાળો ફાટી નીકળવાની દહેશત રહેલી છે.
આ બાબતે નગરપાલીકામાં અનેક વાર લેખીત અને મોખીક રજુઆતો સોસાયટીનાં રહીશોએ કરી છે.છંતા કોઈ નિકાલ નહીં આવતાં સોસાયટીનાં રહીશોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.સોસાયટીની મહીલાઓએ શુક્રવારે નગરપાલીકામાં જઈને લેખીતમાં રજુઆત કરી છે કે સ્વાગત સોસાયટીની સામે પદમાવતી ફ્લેટ આવેલા છે.
આ ફ્લેટનાં જોડાણો ગેરકાયદેસર જૂની ભૂગર્ભ ગટર જોડી દેવામાં આવ્યા છે.જેથી તે ગટર લાંબા સમયથી ઉભરાય છે અને અમારી સોસાયટીનાં રોડ અને ખુલ્લી જગ્યામાં ભરાય રહે છે.જેથી યોગ્ય કાર્યવાહી કરીને ગટરનાં ગંદા પાણીનો કાયમી નિકાલ કરીને જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.