આક્રોશ:બાવળાના રાશમ રોડ પર મંદિર સામે ખાડામાં ગંદા પાણી ભરાઇ રહેતા આક્રોશ

બાવળા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભક્તોને મંદિરમાં આવવા જવામાં ભારે તકલીફ હોવાથી રોષ ફેલાયો

બાવળા નગરપાલીકા હદવિસ્તારમાં આવેલા રાશમ રોડ ઉપર હનુમાનજીનાં મંદિર અને બળીયાદેવનાં મંદિર આગળનાં રોડ ઉપર ગટરનાં ગંદા પાણી ભરાય રહેતાં હોવાથી રોડ ઉપર મોટાં-મોટાં ખાડાઓ પડી ગયા છે.રોડ ઉપર મોટાં-મોટાં ખાડાઓ પડી ગયા હોવાથી ગટરનાં ગંદા પાણી આ ખાડાઓમાં ભરાઈ રહે છે.જેનાં કારણે ગંદુ પાણી અતિશય દુર્ગધ મારે છે. મંદિરની સામે જ ગટરનાં ગંદા પાણી ભરાય રહેતાં હોવાથી ભક્તોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

નગરનાં ભકતોને દર્શન કરવા જવું હોય તો ગટરનાં ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે.તેમજ ગંદા પાણી અતિશય દુર્ગધ મારતાં હોવાથી ભકતો દર્શન કરીને શાંતિથી બેસી પણ શકતાં નથી.તેમજ તાલુકાનાં રાશમ,કાવીઠા, બદરખા, ચલોડા વગેરે ગામોનાં લોકોને બાવળા આવવા માટે આ રોડ ઉપરથી જ પસાર થવું પડે છે.જેથી રોડ ઉપર મોટાં-મોટાં ખાડાઓ પડયા હોવાથી અને તેમાં ગટરનાં ગંદા પાણી ભરાય રહેતાં હોવાથી વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે.રોડની બાજુમાંથી કોઈ રાહદારી પસાર થાય અને કોઈ વાહન નીકળે તો તેમની ઉપર ગટરનાં ગંદા પાણી ઉડે છે.

જેથી વાહન ચાલકો અને રાહદારીઓમાં ચકમક ઝરે છે.ગટરનાં ગંદા પાણી રોડ ઉપર ખાડામાં ભરાય રહેતાં હોવાથી ટેન્કરથી પાણી ખાલી કરવું પડે છે.ગટરનાં ગંદા પાણી રોડ ઉપર ભરાઇ રહેતાં હોવાથી અને રોડ ઉપર મોટાં-મોટાં ખાડાઓ પડી ગયા હોવા છંતા પાલીકા તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવતાં નગરજનો અને ભક્તોમાં પાલીકા તંત્ર ઉપર ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. તેઓ ઇચ્છી રહ્યા છે કે ગટરનાં ગંદા પાણીનો નિકાલ કરીને રોડ ઉપર પડેલા મોટાં-મોટાં ખાડાઓ પુરવામાં આવે. કારણ કે હવે વરસાદ આવશે અને ખાડાઓમાં પાણી ભરાય રહેશે જેથી વાહન ચાલકોને પાણી ભરાય રહેવાથી ખાડાઓ દેખાશે નહીં અને અક્સ્માતો થવાનો મોટો ભય રહેશે.

અન્ય સમાચારો પણ છે...