તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુકમ:બાવળા પંચાયતમાં સામાજિક ન્યાય સમિતિની રચના કરવા આદેશ

બાવળા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટીડીઓએ ગેરરીતિ કરી હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો
  • કોંગ્રેસના સભ્યે હાઇકોર્ટમાં રચના કરવા રિટ કરી હતી, હાઇકોર્ટનો 8 સપ્તાહમાં રચના કરવા આદેશ

બાવળા તાલુકા પંચાયત કચેરીમાં 31 મેના રોજ સામાન્ય સભા મળી હતી.આ સામાન્ય સભામાં કારોબારી સમિતિ અને સામાજીક ન્યાય સમિતિની ૨ચના કરવામાં આવી હતી. જેમાં સામાજીક ન્યાય સમિતિની રચનામાં ટી.ડી.ઓ.એ ગેરરીતિ કરી હોવાનો આક્ષેપ કરીને કોગ્રેસનાં સભ્યોએ ટી.ડી.ઓ.ઓફિસની બહાર જ ઉપવાસ ઉપર બેસી ગયા હતા..તેમની માંગણી હતી કે ન્યાય સમિતિની રચના બરખાસ્ત કરીને નિયમ મુજબ બનાવવામાં આવે. બે દિવસ પછી સામાજીક ન્યાય સમિતિને બરખાસ્ત કરી હતી. અને બીજી ૨ચના નહીં કરવામાં આવતાં કોગ્રેસનાં સભ્યએ હાઇકોર્ટમાં રચના કરવા રિટ કરી હતી.

જ્યાં સુધી સમિતિની ૨ચના ન થાય ત્યાં સુધી ગ્રાન્ટ નહીં વાપરવા રજૂઆત કરવામાં આવી છે. જેથી હાઈકોર્ટે 8 સપ્તાહમાં સામાજીક ન્યાય સમિતિની ૨ચના કરવાનો હુકમ કર્યો છે. સામાન્ય સભામાં સચીવ તરીકે તાલુકા વિકાસ અધિકારી ડો. મૌલિક દેસાઈ તેમજ ભાજપ અને કોગ્રેસનાં ચૂંટાયેલા સભ્યો હાજર રહ્યા હતાં.તાલુકા પંચાયતમાં ભાજપને બહુમતી મળી હોવાથી બહુમતીના જોરે કારોબારી સમીતીની રચના કરી દીધી હતી. જ્યારે સામાજીક ન્યાય સમીતીની રચના પણ કોગ્રેસનાં વિરોધ હોવા છંતા તેમની મરજી મુજબ રચના કરી દેવામાં આવી હતી.

જેથી કોગ્રેસના સભ્ય મહેન્દ્રભાઇ શ્રીમાળીએ તાલુકા વિકાસ અધિકારીએ ગેરરીતી કરીને રચના કરી દીધી છે તેવા આક્ષેપો કરીને તેમનાં સભ્યો સાથે ટી.ડી.ઓ.ની ચેમ્બરની બહાર જ ઉપવાસ ઉપર બેસી ગયા હતા. કોગ્રેસ સભ્ય લક્ષ્મીબેન લકુમને પૂછયા વગર સમીતીમાં નામ મુકવામાં આવ્યું હતું.જેથી તેમણે તેમનું નામ યાદીમાંથી રદ કરવા રજુઆત કરી હતી.બે દિવસ ઉપવાસ ચાલું રાખતાં અંતે સામાજીક ન્યાય સમિતિની ૨ચનાને બરખાસ્ત કરવામાં આવી હતી.

પરંતુ નવી સમિતિની રચના કરવામાં નહીં આવતાં આ બાબતે તેમણે જીલ્લા વિકાસ અધિકારીને પણ રજુઆન કરવામાં આવી હતી.પરંતુ તેમની રજુઆત ધ્યાને નહીં લેતાં મહેન્દ્રભાઇ શ્રીમાળીએ નિયમ મુજબ સામાજીક ન્યાય સમિતિની રચના કરવા માટે ગુજરાત હાઇકોર્ટમાં રીટ દાખલ કરી હતી.સામાજીક ન્યાય સમિતિની ગ્રાંન્ટ હાલમાં બીજા કામમાં વાપરવામાં આવે છે.જેથી તેમણે જીલ્લા વિકાસ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી અોને તાલુકા પંચાયતનાં પ્રમુખને લેખીત રજુઆત કરી હતી કે જ્યાં સુધી સમિતિની રચના કરવામાં નાં આવે ત્યાં સુધી આયોજન, સામાજીક ન્યાય સમિતિની ગ્રાંન્ટ બીજા કોઈ કામમાં ના વાપરવી તેમજ તેની કોઈ કાર્યવાહી કરવી નહીં.

અન્ય સમાચારો પણ છે...