તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:અજાણ્યા વાહને ત્રણ ગાયોને ટક્કર મારતાં 1નું મોત, 2ને ઇજા

બાવળાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાવળા હાઇ-વે ઉપર ગાયોના અકસ્માતોની સંખ્યામાં વધારો

ચોમાસાની સીઝન શરૂ થતાં માંખી - મચ્છરોનો ઉપદ્રવ વધી જતાં તેનાથી બચવા માટે ગાયો રોડ - ૨સ્તાઓ ઉપર અડીંગો જમાવીને બેસી જાય છે.જેથી રાત્રે અને વહેલી સવારે અકસ્માતો વધી જાય છે. બાવળામાં વૈશાલી સોસાયટી સામે હાઈ-વે ઉપર ગાયો બેઠી હતી.વહેલી સવારે કોઈ અજાણ્યા વાહન ચાલકે ત્રણ ગાયોને જોરદાર ટક્કર મારીને જતો રહ્યો હતો.જેથી એક ગાયને ગંભીર ઇજા થતાં તેનું ઘટના સ્થળે જ મોત થવા પામ્યું હતું.

જયારે એક ગાય હાઈ-વેની બાજુનાં પાણી ભરેલા ખાડામાં જઈને પડી હતી અને ત્રીજી ગાય હાઇ-વેની સાઇડમાં પડી હતી.જેથી કોઈએ ગોરક્ષકોને જાણ કરવામાં આવતાં અખીલ વિશ્વ ગો સંવર્ધન પરીષદ દિલ્હીનાં ગુજરાતનાં રણછોડભાઇ અલગોતર, દાદનભાઈ વ્હોરા, અતુલભાઇ ઠાકોર, વી.એચ.પી.નાં અશ્ચિનભાઇ, મેલાભાઇ ૨બારી, કિશોરભાઈ ઠક્કર અને ગોરક્ષકો ઘટના સ્થળે પહોંચી જઈને ગાયને ખાડામાંથી બહાર કાઢી પશુ ડોક્ટરને બોલાવીને સ્થળ ઉપર જ ગંભીર ઇજા થઇ હોવાથી ટાંકા લઈને સારવાર કરીને જગાભાઇ ઠક્કર અને તેમની ટીમને બોલાવીને પાલીકાનાં કારોબારી ચેરમેને લખાણ કરીને વધુ સારવાર માટે ભાભોર ગો શાળામાં આયસરમાં લીલો ઘાસચારો - પાણીની વ્યવસ્થા કરીને મોકલી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...