તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેદરકારી:બાવળામાં ઈગ્લીશ મીડિયમ સ્કૂલ રોડ પર સ્ટ્રીટ લાઇટ નહીં, નાગરિકોને અવર-જવરમાં મુશ્કેલી

બાવળા2 મહિનો પહેલા
 • કૉપી લિંક

બાવળા નગરપાલિકા હદવિસ્તારમાં આવેલી ઈગ્લીશ મીડીયમ સ્કૂલની આજુબાજુએ બાવળાનો વિકસીત વિસ્તાર ગણાય છે. આજુબાજુમાં ઘણી સોસાયટીઓ અને ફ્લેટોની સ્કીમ આવેલી છે. આ વિસ્તારનાં લોકોને અવર-જવર માટે મુખ્ય રોડ ઈગ્લીશ મીડીયમથી અમૃતબાગ સુધીનો છે. અને તેનો જ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.પરંતુ આ રોડ ઉપર રાત્રે અંધારપટ જોવા મળે છે. નગરપાલિકા દ્વારા આ રોડ ઉપર લાંબા સમયથી સ્ટ્રીટ લાઇટ નાંખવામાં આવતી નથી. જેથી આ વિસ્તારમાં રહેતાં લોકોને રાત્રે ખૂબ જ તકલીફ પડી રહી છે. અત્યારે અંધારૂ વહેલું થઇ જાય છે.અને લોકો નોકરી ઉપરથી , ધંધા ઉપરથી મોડા આવતાં હોવાથી અંધારૂં હોવાથી ખૂબ જ પરેશાની ભોગવવી પડે છે. તેમજ રાત્રે બહેન-દિકરીઓ નીકળે તો પણ તેમને અંધારામાં છેડતી અને લૂંટફાટનો ડર રહે છે. આ વિસ્તારનાં રહીશોએ અનેકવાર પાલીકા તંત્રમાં સ્ટ્રીટ લાઇટ નાંખવાની રજુઆત કરવામાં આવી છે. નગરજનો નિયમિત વેરા ભરે છે પરંતુ તેને તેની સગવડો મળતી નથી. લાંબા સમયથી સ્ટ્રીટ લાઇટો નહીં નાંખવામાં આવતાં આ વિસ્તારનાં લોકોમાં પાલિકા તંત્ર ઉપર ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. તેઓ ઈચ્છી રહ્યા છે કે પાલીકા તંત્ર દ્વારા આ રોડ ઉપર સ્ટ્રીટ નાંખવામાં આવે તેવી માગ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો