આક્ષેપ:બાવળામાં યોજાતી ગ્રામ સભામાં કોઇ અધિકારી હાજર રહેતા નથી

બાવળા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામસભા ફક્ત કાગળ પર થતી હોવાનો આક્ષેપ

બાવળા તાલુકાનાં ગામડાઓમાં અત્યારે સરકારની સૂચના મુજબ ગ્રામસભાઓ ચાલી રહી છે.આ ગ્રામસભાઓમાં કોઈ અધિકારીઓ હાજર રહેતાં નથી. ફક્ત તલાટી કમ મંત્રી હાજર હોય છે. બાવળા તાલુકા પંચાયતનાં સામાજીક ન્યાય સમિતિનાં ચેરમેન મહેન્દ્રભાઇ શ્રીમાળીએ જણાવ્યું છે કે બાવળા તાલુકામાં ગ્રામસભાઓ ચાલી રહી છે તે ફક્ત કાગળ ઉપર જ થઈ રહી છે.મોટાભાગનાં ગામડાઓમાં કોઇ અધિકારી હાજર રહેતાં જ નથી. ગામમાં ફક્ત તલાટી જ હાજર રહે છે. અને ગ્રામસભાનાં ઠરાવો માટે રજીસ્ટરમાં કોરા કાગળમાં સહીઓ લઇને લખીને નાંખે છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગ્રામસભામાં નિયમ મુજબ ગ્રામસભામાં ચર્ચાતા મુદાનાં ઠરાવનાં પરિશિષ્ઠ 1-2 મુજબ મુદાઓની ચર્ચા કરવાની હોય છે.ગ્રામસભામાં દરેક ખાતાંનાં અધિકારીઓ હાજર રહે તેનું આયોજન કરીને ગામમાં અગાઉથી દાંડી પીટીને, વધુ પ્રચાર-પ્રસાર કરીને ઠરાવો કરીને આયોજન કરવાનું હોય છે.ગ્રામસભામાં ગામનાં વિકાસનાં પ્રશ્નો, 14 - 15 નાં નાણાપંચનાં થયેલા વિકાસનાં કામોનું ઓડીટ, 2019 થી 2022 સુધીની ગામોમાં થયેલા કામોની વિગત અને ગ્રામસભાનાં એજન્ડા રજુ કરવાનાં હોય છે.

આંગણવાડી, રોડ - ૨સ્તા, જર્જરીત મકાનો, શૈlચાલય, સ્વચ્છ પીવાનું પાણી જેવી સુવિધા આવરી લેવાની હોય છે.કુપોશીત બાળકો, સગર્ભા - ધાત્રી માતાઓ, કિશોરીઓનું જીવન ધોરણ ઉચું લાવવા માટે ગ્રામસભામાં ચર્ચા કરવાની હોય છે.પરંતુ ગ્રામસભામાં આવું કાંઇ થતું નથી.ગ્રામસભામાં જે અધિકારીની નિમણુંક કરવામાં આવી હોય તે કોઇ અધિકારી હાજર રહેતાં નથી. સરકાર પોતાનાં લક્ષાંક પુરો કરવા ગ્રામસભાઓ કરતાં હોય તેવું લાગી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...