બાવળા તાલુકાનાં સાંકોડ ગામનાં પાટીયા પાસે 4 અજાણ્યા વ્યકિતઓએ બે બાઇક ઉપર આવીને ગાડી ચાલકને કહ્યું કે કેમ તું વાહન અથડાવી ભાંગી ગયો તેવુ કહીને પાઇપ મારી ગાળો બોલતાં ગાળો બોલવાની ના પાડતાં તમામ ઉશકેરાઇ જઇને ધીકકા પાટુનો માર મારીને ઉંચકીને રોડની બાજુમાં પાણીનાં ખાડામાં નાખી દઈને ગાડીમાં તોડફોડ કરી નુકશાન કરીને મારી નાખવાની ધમકી આપી જતાં રહ્યા હતાં.જેથી કેરાળા જી.આઇ.ડી.સી.પોલીસમાં ફરીયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
સાણંદનાં જુવાલ ગામમાં આવેલા ઝાંપડીયાવાસમાં રહેતાં મહેશભાઈ બળદેવભાઈ ગોહેલે ફરીયાદ નોંધાવી છે કે મે બાવળા પોલીસ સ્ટેશનમાં હીતેશભાઈ મકવાણા, માતમભાઈ રાઠોડ અને વિજયભાઈ સોલંકી વિરૂધ્ધ ફરીયાદ કરેલી છે જે કેસ હાલ બાવળા કોર્ટમાં ચાલુ છે.જેથી સવારે મારી ગાડી લઇને ઘરેથી નોકરીએ ગયો હતો. અને ત્યારબાદ બાવળા કોર્ટમાં મારા કેસનાં કામથી ગયો હતો.
કોર્ટનું કામ પુર્ણ કરીને ફેબ્રીકેશનનું કામ શોધવા સાકોડ ગામ તરફ જવા નીકળ્યો હતો. કેરાળાથી નળસરોવર રોડ ઉપર અમીપુરા પાટીયા નજીક હીતેશભાઈ મકવાણા (બલદાણા) મારી ગાડી ઉભી રખાવવા માટેની કોશીશ કરતો હતો,જેથી મને હીતેશભાઈ મારી સાથે ઝઘડો કરશે તેવુ લાગતા મેં ગાડી ઉભી રાખી નહોંતી અને જેથી હીતેશભાઈની બાઇક સાથે મારી ગાડી ટકરાતાં હીતેશભાઈ નીચે પડી ગયા હતાં અને પાછળથી એક બીજો બાઇક ચાલક મારી સાથે ઝઘડો કરશે તેવું લાગતાં મે ગાડી ઉભી રાખી નહોતી.
હું છબાસર રોડ થઇને સાંકોડ તરફ નીકળતા મારી ગાડી સાંકોડ ગામનાં પાટીયા પાસે બંધ થઇ ગઇ હતી.તે સમયે બે અજાણ્યા બાઇક ચાલકો તેમની સાથે બાઇક ઉપર બીજા બે માણસોને બેસાડીને સાથે મારી પાસે આવ્યા હતાં. અને હું ગાડીમાંથી બહાર નીકળતા ચારેય માણસોમાંથી એક કાળી ટી શર્ટ પહેરેલા માણસે મને બરડામાં અને મોઢા ઉપર પાઇપ મારી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.