ગુજરાત બંધનું એલાન:જિલ્લામાં કોંગ્રેસના બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ, વિરમગામ શહેરમાં કોંગ્રેસના બંધનો ફિયાસ્કો

બાવળા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
બાવળામાં કોગ્રેસ દ્વારા હાઇ-વે બંધ કરાવવા જતાં પોલીસે કાર્યકરોની અટકાયત - Divya Bhaskar
બાવળામાં કોગ્રેસ દ્વારા હાઇ-વે બંધ કરાવવા જતાં પોલીસે કાર્યકરોની અટકાયત
  • બંધની કોઈ જ અસર નહી, વિરમગામ કોંગ્રેસ 2 આંકડામાં પણ કાર્યકરો ભેગા ન કરી શકી
  • ધોળકા તાલુકાના મોટીબોરૂ અને ગુંદી નજીક ટાયરો સળગાવી હાઇવે પર ચક્કાજામ નો પ્રયત્ન
  • પોલીસે કોંગ્રેસના 13 કાર્યકરોની અટકાયત કરી

દેશમાં મોંઘવારી મુદ્દે કોંગ્રેસ પક્ષ દ્વારા સવારે 8 થી 12 કલાક સુધી ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યું હતું. આ બંધની બાવળામાં કોઈ અસર જોવા મળી નહોતી. સવારથી જ રાબેતા મુજબ બધુ જ ચાલું રહ્યું હતું. ત્યારે બાવળામાં આવેલી ઢેઢાળ ચોકડી ઉપર અમદાવાદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ બળવંતસિંહ ગઢવી, ઉપપ્રમુખ અશોકભાઈ રાઠોડ, ઓ.બી.સી.સેલનાં પૂર્વપ્રમુખ જોરુભાઈ ડાભી, બાવલા તાલુકા સંગઠન પ્રમુખ દાસભાઈ, તાલુકા પંચાયતનાં સામાજીક ન્યાય સમિતિનાં ચેરમેન મહેન્દ્રભાઈ શ્રીમાળી અને કોંગ્રસનાં યુવાનોએ હાજર રહીને હાઇ-વે બંધ કરાવવા માટે હાઇ-વે ઉપર બેસી ગયા હતા.

ધોળકામાં બંધના એલાનની મિશ્ર અસર
ધોળકામાં બંધના એલાનની મિશ્ર અસર

પરંતુ તરત જ બાવળા પોલીસે તમામ હોદેદારો અને કાર્યકરોની અટકાયત કરી હતી. ગુજરાત બંધના સાંકેતિક એલાન સંદર્ભે અમદાવાદ જિલ્લાના ધોળકા શહેર અને તાલુકામાં બંધનાં એલાનની મિશ્ર અસર જોવા મળી હતી. વેપારીઓ અને લારી-ગલ્લા વાળાઓએ બંધને સમર્થન આપ્યું હતું. ધોળકા શહેરના ટાવર બજાર, કાથી બજાર, દાણા બજાર, લકીચોક, શાક માર્કેટ, મોચી બજાર, દોશીહાટ, અલકા રોડ, જૂના એસટી સ્ટેન્ડ વિસ્તાર, મલાવ તળાવ રોડ, સહિતના બજારો તથા કલિકુંડ સહિતના વિસ્તારોમાં સવારના 8 વાગ્યાથી કોંગ્રેસના કાર્યકરો ઉતરી પડ્યા હતા.

વિરમગામ શહેર માં કોંગ્રેસ ના બંધનો ફિયાસ્કો, બંધની કોઈ જ અસર નહી
વિરમગામ શહેર માં કોંગ્રેસ ના બંધનો ફિયાસ્કો, બંધની કોઈ જ અસર નહી

મોઘવારી વિરૂદ્ધના બંધને સફળ બનાવવા હાકલ કરતા વેપારીઓ અને લારી ગલ્લા વાળાઓએ 4 કલાક સુધી પોતાના વેપાર ધંધા બંધ રાખ્યા હતા. ધોળકા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં અમદાવાદ જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ હાર્દિકસિંહ દાયમાની આગેવાનીમાં કાર્યકરોએ હલ્લાબોલ કરી કોલેજ બંધ કરાવી હતી. ધોળકા ટાઉન પોલીસે કોંગ્રેસના 13 કાર્યકરોની અટકાયત કરી હતી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં અગ્રણી ઘનશ્યામભાઈ ગઢવીએ ધોળકાની મુલાકાત લઈ જાત માહિતી મેળવી હતી. બગોદરા-વટામણ હાઇવે પર ગુંદી રેલવે ફાટક પાસે કોંગ્રેસના કાર્યકરોએ ટાયરો સળગાવી ચક્કાજામનો પ્રયત્ન કર્યો હતો.

સાણંદમાં મોંઘવારીના વિરોધમાં મુખ્ય બજાર સજ્જડ બંધ
સાણંદમાં મોંઘવારીના વિરોધમાં મુખ્ય બજાર સજ્જડ બંધ

ધોળકા-ધોલેરા હાઇવે પર મોટી બોરુ નજીક પણ કોંગ્રેસના કાર્યકરોએ રોડ ઉપર ટાયરો સળગાવી ચક્કાજામનો પ્રયત્ન કર્યો હતો. ગુજરાત કોંગ્રેસ દ્વારા 10 સપ્ટેમ્બર શનિવારના રોજ સવારે 8 થી 12 વાગ્યા સુઘી સાંકેતિક બંધનુ એલાન આપ્યું હતુ. જેના પગલે વિરમગામ બજાર બંધ કરાવવા જતાં કોંગ્રેસ ધારાસભ્ય લાખાભાઇ ભરવાડ સહીત હોદ્દેદારોની અટકાયત કરી હતી.

ગુજરાત કોંગ્રેસે આજે બંધનું એલાન આપ્યુ છે, મોંઘવારી અને બેરોજગારીના મુદ્દે સરકારને ઘેરવાના પ્રયાસ સુત્રોચ્ચાર સાથે વિરોઘ કરી બંઘ કરાવવા જતાં ધારાસભ્ય લાખાભાઇ ભરવાડ, શહેર કોંગ્રેસ પ્રમુખ સુધીર રાવલ, સહીત કોંગ્રેસ હોદ્દેદારો કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે, વિરમગામ શહેર કોંગ્રેસ 2 આંકડામાં પણ કાર્યકરો ભેગા ન કરી શકી. વિરમગામ શહેર કોંગ્રેસ મહામંત્રી અને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યની દુકાનો વિરોધના સ્થળેજ ખુલ્લી હતી અને પોતે જ અન્યોની દુકાનો બંધ રાખવા અપીલ કરવા નીકળ્યા હતા.

સાણંદ શહેરના ડૉ. બાબા સાહેબની પ્રતિમા પાસે પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી પંકજસિંહ વાઘેલા, નગરપાલિકા વિપક્ષ નેતા ધર્મેશભાઈ વાઘેલા,ગૌતમભાઈ રાવલ, તાલુકા કોંગ્રેસ પ્રમુખ રમેશભાઈ પટેલ, મહાદેવભાઈ પટેલ, શહેર કોંગ્રેસ પ્રમુખ અરવિંદસિંહ ઝાલા તેમજ સાણંદ તાલુકા પંચાયતના કોંગી સદસ્યો તેમજ આગેવાનો એકઠા થઇ મોંઘવારી મુદ્દે સુત્રોચાર કર્યો હતા. અને સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો.

બીજી તરફ સાણંદ બજારમાં કોંગ્રેસના હોદ્દેદારોએ વેપારીનો બંધમાં સમર્થન આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. બજાર બંધને લઈને સાણંદ પોલીસનો બંદોબસ્ત ગોઠવ્યો હતો. જો કે બંધનું એલાન બપોરે પૂરું થતા બજાર શાંતિપૂર્ણ માહોલમાં દરરોજની જેમ રાબેતા મુજબ ચાલુ થયું હતું. મુખ્ય બજારની મોટા ભાગની દુકાનો સવારે 8 થી 12 બંધ રહી હતી.

અન્ય સમાચારો પણ છે...