ચીમકી:બાવળાની રામનગર સોસા.નો રસ્તો બનાવો, નહીં તો ઉપવાસ આંદોલન

બાવળા8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રશ્નનો તાકીદે નિકાલ નહીં આવે તો આગામી 2 તારીખથી પાલિકા કચેરી ખાતે આમરણ ઉપવાસ ઉપર બેસવાની ચીમકી ઉચ્ચારી છે

બાવળામાં આવેલી રામનગર સોસાયટી વિભાગ- A માંથી પસાર થતો રામનગર સોસાયટી વિભાગ- B માં જતા TP - 2 ના રસ્તાનો નકશો બદલી નાંખવામાં આવ્યો છે. જે બદલાવેલ નકશા મુજબનો TP - 2 નો રસ્તો ઉભા મકાનની દિવાલે ખુલતો હોવાથી જૂના TP - 2 ના નકશા મુજબ રસ્તો ખુલ્લો કરી બનાવી આપવા અથવા નવા TP - 2 ના રસ્તાના નકશા મુજબ રામનગર સોસાયટી વિભાગ - બી ના મુખ્ય રસ્તા સાથે જોડી આપવા બાબતે સોસાયટીનાં રહીશોએ પાલીકામાં રજુઆત કરવામાં આવી છે. અને જો તેનો નિકાલ નહીં થાય તો આગામી 2 તારીખથી પાલીકા કચેરી ખાતે આમરણાંત ઉપવાસ ઉપર બેસવાની ચીમકી ઉચ્ચારી છે.

બાવળામાં આવેલી રામનગર સોસાયટી વિભાગ - બી ના રહીશોએ પાલીકાનાં ચીફ ઓફીસર અને લાગતાં -વળગતાં અધિકારીઓને લેખીતમાં રજુઆત કરી છે કે રામનગર સોસાયટીના વિભાગ - બીમાં જવા માટેનો વિભાગ - એમાંથી પસાર થતો TP - 2નો TP મુજબનો રસ્તો જૂના નકશામાં TP મુજબ જે રસ્તો છે તેની ઉપર ગેર કાયદે દબાણ કરીને રસ્તો બંધ કરવામાં આવ્યો છે. નવા TP - 2 ના રસ્તા મૂજબ રામનગર સોસાયટી વિભાગ- બી માં જવાનો અમારો રસ્તો સદંતર બંધ થઇ જાય છે. TR - 2 નું આયોજન થયું ત્યારે રામનગર વિભાગ- એ માંથી રોમનગર વિભાગ - બી માં જવાનો રસ્તો TP નો જૂનો રસ્તો છે. જૂના નકશા મુજબ દબાણ હટાવી ખુલ્લો કરી અને જુના રસ્તા મુજબ વિભાગ - બી માં જવાનો રસ્તો કરી આપવો તેવી માગ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...