તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:બાવળા હાઇવે પર સૌરાષ્ટ્રથી આવતા વાહનોની લાંબી કતારો

બાવળા8 મહિનો પહેલા
  • કૉપી લિંક
વાહનચાલકોને લાંબા સમય સુધી ઊભા રહેવું પડ્યું હતું. - Divya Bhaskar
વાહનચાલકોને લાંબા સમય સુધી ઊભા રહેવું પડ્યું હતું.
  • વડાપ્રધાનના આગમને કારણે બાવળા હાઇવે બંધ કરાયો

ભાસ્કર ન્યૂઝ | બાવળા દેશનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચાંગોદર ખાતે આવેલી ઝાયડશ કેડીલા કંપનીમાં તૈયાર થઈ રહેલી કોરોનાની વેકસીનનું નીરીક્ષણ કરવા માટે સવારે 9 વાગે આવવાનાં હોવાથી બાવળા પોલીસ દ્વારા સુરક્ષાનાં ભાગરૂપે બાવળાથી સરખેજ હાઇ-વે ઉપર આડશો મુકીને હાઇ-વેને બંધ કરી દેવામાં આવ્યો હતો. અને વાહનોને સાણંદ તરફ ડાયવર્ટ કરવામાં આવ્યા હતાં. હાઇ-વે બંધ કરી દેવામાં આવતાં સૌરાષ્ટ્ર તરફથી આવતાં વાહનોની લાંબી લાઇન લાગી હતી. લાંબા સમય સુધી વાહન ચાલકોને ટ્રાફીકમાં ઉભું રહેવું પડયું હતું.જેથી વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હતો. આ હાઇ-વે ચાર કલાક જેટલો સમય બંધ રાખવામાં આવ્યો હતો. જેથી વાહન ચાલકો કંડાળી ગયા હતાં. અમદાવાદ જતાં વાહન ચાલકોને સાણંદ થઈને ફરીને જવું પડયું હતું. જેથી વાહનચાલકોને લાંબો ફેરો પડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...