તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાને આમંત્રણ:બાવળા એસ.બી.આઇ.બેંક બહાર ખાતેદારોની લાંબી લાઇનો લાગી, સોશિયલ ડિસ્ટન્સ ભૂલાયું

બાવળા2 મહિનો પહેલા
  • કૉપી લિંક

બાવળામાં નવી બજારના ઢlળ પાસે આવેલી એસ.બી.આઈ.બેંકનાં ખાતેદારોને બેંક દ્વારા યોગ્ય સગવડ પુરી નહીં પાડવામાં આવતાં ખાતેદારોને ભારે મુશ્કેલી પડી રહી છે.બેંકમાં સ્ટાફ દ્વારા ધીમી ગતિ એ કામગીરી કરવામાં આવતાં ખાતેદારોની બેંક બહાર લાઇન લાગે છે.બપોરે એક થી અઢી વાગ્યા સુધીમાં સ્ટાફ રીસેશમાં જતાં રહે છે.અને ખાતેદારોની લાઈન લાગે છે. જેમાં સીનીયર સીટીઝન કે કોઈ અશક્ત વ્યકિત કે વિકલાંગ વ્યકિત આવે તો તેમનાં માટે પણ કોઈ સગવડ કરવામાં આવતી નથી અને તેમને પણ લાઇનમાં ઉભું રહેવું પડે છે.જેથી ભારે મુશ્કેલી પડી રહી છે.આવી વ્યકિતઓ માટે અલગથી વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગણી જોવા મળી રહી છે.

બેંકમાં ખાતેદારો વધારે હોવાથી તેમજ સ્ટાફ ઓછો હોવાથી ખાતેદારોને લાંબા સમય સુધી લાઇનમાં ઉભુ રહેવું પડે છે.બેંક બહાર દરરોજ લાઇન લાગતી હોવાથી ત્યાં કોરોનાને ખુલ્લું આમત્રંણ આપવામાં આવતું હોય તેવું લાગી રહ્યું છે.સોશીયલ ડીંસ્ટન્સ જોવા મળતું નથી.ખાતેદારો ઇચ્છી રહ્યા છે કે બેંક દ્વારા યોગ્ય વ્યવસ્થા અને ઝડપી કામગીરી કરવામાં આવે જેથી ખાતેદારોને લાંબા સમય સુધી લાઈનમાં ઉભું રહેવું નાં પડે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો