લોકાર્પણ:બાવળા નગરપાલિકા દ્વારા પાણીની ટાંકીનું લોકાપર્ણ

બાવળા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બાવળા પાલિકા દ્વારા શ્રીનગર બોર ખાતે સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત પીવાના પાણીનો પ્રોજેક્ટ ( ભાગ -૨ ) ની ગ્રાન્ટમાંથી 5 લાખ લીટર કેપેસીટીની 20 મીટર ઉંચી ટાંકી બનાવવામાં આવી હતી.જેનું ખુબ જ ટુંકાગાળાની અંદર કામ પરિપૂર્ણ કરીને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરીને ઉનાળાને ધ્યાનમાં રાખીને નગરજનોને પાણીની તકલીફ પડે નહી અને તેનો લાભ મળે તે હેતુથી પાલિકાના પ્રમુખ મીનાબેન પટેલ, ઉપપ્રમુખ દશરથજી ઠાકોર, કારોબારી ચેરમેન રાજુભાઈ ઠક્કર, વારીગૃહ ચેરમેન મુકેશભાઈ વાઘેલા, ચીફ ઓફિસર સિધ્ધાર્થભાઈ પટેલ, બાવળા શહેર ભાજપ પ્રમુખ ચંદ્રકાંતભાઈ પટેલ, અશોકભાઇ પટેલ ની ઉપસ્થિતીમાં  ટાંકીનું લોકાપર્ણ કરાયું હતું. 

અન્ય સમાચારો પણ છે...